GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આધારકાર્ડ મામલે આવ્યા રાહતના સમાચાર, આ રીતે તમે ઇચ્છો ત્યારે નવું પ્રિન્ટ કરાવી શકશો

આધાર

આધારકાર્ડ વિના બેંક એકાઉન્ટ, રાશન કાર્ડ જેવા અનેક કામ અટકી જાય છે. જ્યારે તમને ખબર પડે છે કે તમારૂ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે તો તમે તેને ઘરે બેઠાં રિપ્રિન્ટ કરાવી શકો છો. આ માટે UIDAIએ જાણકારી આપી છે. જો તમે નવું આધારકાર્ડ ઈચ્છો છો તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને નવું પ્રિન્ટ માટે ઓર્ડર આપી શકો છો.

સંસ્થાનો દાવો છે કે અત્યારસુધી 60 લાખ ભારતીય નાગરિકો ઓર્ડર આધાર રિપ્રિન્ટ સર્વિસનો લાભ લઈ ચૂક્યા છે. દાવાના આધારે 15 દિવસની અંદર સ્પીડ પોસ્ટની મદદથી તમે રિપ્રિન્ટેડ આધાર કાર્ડ ડિલિવર કરાશે.

આ રીતે રિપ્રિન્ટ કરાવો આધાર કાર્ડ

UIDAI ની વેબસાઈટ અને mAadhaar એપની મદદથી આધાર રિપ્રિન્ટ કરાવી શકાય છે. આધાર રિપ્રિન્ટ માટે એપ્લાય કર્યા બાદ આધારકાર્ડ ધારકની પાસે પોતાનો આધાર નંબર કે વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે VID હોવું જોઈએ.

ખાસ વાત એ છે કે જો તમારો મોબાઈલ નંબર આધારમાં રજિસ્ટર્ડ નથી તો પણ તમે આધાર રિપ્રિન્ટ કરાવી શકો છો. તેમાં નોન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે ઓટીપીનું ઓપ્શન છે. આધાર રિપ્રિન્ટ કરાવવા માટે 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. તેમાં GST અને સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે. રિપ્રિન્ટ આધાર લેટર સ્પીડ પોસ્ટના માધ્યમથી 15 દિવસોમાં આધાર કાર્ડ ધારકના રજિસ્ટર્ડ સરનામે ડિલિવર કરી દેવાશે.

Read Also

Related posts

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

રામાયણની સીતા દીપિકા ચિખલીયા ‘ગાલિબ’થી કમબેક કરશે, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

Bansari

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!