GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

જુગાડ/ ક્રેક થઇ ગઈ છે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન? Toothpasteથી આ રીતે કરો ઠીક, મિનિટમાં થઇ જશે ચકાચક

જો તમે આપણી આજુબાજુ નજર નાખો તો બધાના હાથમાં જ સ્માર્ટફોન હશે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતો હોય. સ્માર્ટફોન યુઝર્સ માટે તેમના ફોનની સ્ક્રીન પર ક્રેક આવવોએ કોઈ વિચિત્ર બાબત નથી. જો તમે પણ તમારા સ્માર્ટફોનની ડિસ્પ્લે ક્રેક થવાથી પરેશાન છો, તો અમે તમારા માટે કેટલીક ટ્રિક્સ લઈને આવ્યા છીએ.

તૂટેલી સ્ક્રીનને ફ્રીમાં ઠીક કરો

સેન્સોડાઈન

તો આજે અમે તમને જણાવીશું કે તમે સર્વિસ સેન્ટર કે કોઈપણ દુકાનમાં ગયા વગર તમારા સ્માર્ટફોનની તૂટેલી સ્ક્રીનને કેવી રીતે રિપેર કરી શકો છો. આ ટ્રિક વડે તમે ઘરે બેઠા તમારા ફોનના ડિસ્પ્લેને ચમકાવી શકો છો તે પણ એકદમ ફ્રી. આવો જાણીએ, ઘરમાં પડેલી કઈ વસ્તુ આ બાબતમાં તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જો તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર ક્રેક છે, તો તમે તેને તમારા બાથરૂમમાં રાખેલ પ્રોડક્ટ વડે ઠીક કરી શકો છો. અમે અહીં ટૂથપેસ્ટ વિશે વાત કરી રહ્યા છે જેને તમારે તમારા ફોનના ડિસ્પ્લે પરની ક્રેક પર લગાવવાનું છે, તેને થોડું રબ કરવાનું છે અને પછી તેને થોડીવાર માટે છોડી દેવાનું છે. હવે, થોડા સમય પછી, જ્યારે તમે કપાસથી ટૂથપેસ્ટ સાફ કરશો, ત્યારે તમારા ફોનની ક્રેક એકદમ ઠીક થઈ જશે.

નેલ પોલીશ પણ કામ કરી શકે છે

અન્ય વિચિત્ર ઉત્પાદન, જેના દ્વારા તમે તમારા ફોન પર પડેલી તિરાડને ઠીક કરી શકો છો, તે નેઇલ પોલીશ છે. આ માટે તમારે પહેલા સ્ક્રીનની ક્રેક પર નેલ પોલીશ લગાવવી પડશે. હવે તેને થોડી વાર સુકાવા દો અને ત્યાર બાદ તેને ધારદાર રેઝર બ્લેડ વડે સ્ક્રેપ કરીને નેલ પોલીશ કાઢી લો. હવે આ પ્રક્રિયાને ફરી એકવાર રિપીટ કરો. તમે જોશો કે તમારા ફોનની ક્રેક એકદમ ઠીક થઈ ગઈ હશે.

આ જુગાડુ ટ્રિક્ટ્સ ફોલો કરી તમે તમારા સ્માર્ટફોનમાં પડેલી તિરાડોને ઠીક કરી શકો છો અને તમારે તેમાં ઘણા પૈસા ખર્ચવા પડશે નહીં.

Read Also

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV