GSTV

Ration Cardમાંથી સદસ્યનું નામ કાઢવા માટે જરૂરી છે આ દસ્તાવેજ, જાણો કઈ રીતે કરશો આ સમગ્ર પ્રક્રિયા

Last Updated on July 3, 2020 by pratik shah

કોરોના સંકટ વચ્ચે રાશનકાર્ડધારકો માટે સરકારે મોટુ નિવેદન કર્યું છે. કેન્દ્રના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર મહિના સુધી વિસ્તાર કરવાનો નિર્ણય લેવાયો છે. આવનારા પાંચ મહિનામાં 80 કરોડ લોકોને તેને ફાયદો પહોંચશે. સરકાર લોકોને મફતમાં રાશન આપશે. યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (એનએફએસઈ)ના 80 કરોડથી વધારે લાભાર્થીઓને આવનારા 5 મહિના માટે 5 કિલો અનાજ અને 1 કિલો ચણા મફત મળશે. 80 કરોડથી વધારે લાભાર્થીઓને આવનારા કૃષિ તહેવારોની સીઝનમાં વધનારા ખર્ચમાં રાહત મળશે. પ્રત્યેક પરિવારને દર મહિને પાંચ કિલો ઘઉં કે ચોખા અને એક કિલો ચણા આપવામાં આવશે.

રાશનકાર્ડને હંમેશા રાખો અપડેટ

તેવામાં સૌથી વધારે જરૂરી છે રાશનકાર્ડ બનાવવું અને તેમાં પરિવારના સભ્યોનું નામ ઉમેરવું કે કાઢવું. તમારે તમારૂ રાશનકાર્ડ હંમેશા અપડેટ કરવું જોઈએ કારણ કે, કોઈપણ દસ્તાવેજ માટે આ જરૂરી છે તેમાં ઝીણવટભરી જાણકારી હોય છે. કેટલીક વખત તો એવું થાય છે કે, આપણે પરિવારના કોઈ સદસ્યનું નામ કોઈ કારણવશ હટાવવા માંગીએ છીએ પરંતુ આપણને તે વિશે જાણકારી નથી હોતી કે તેમાં ક્યાં ક્યાં દસ્તાવેજ જરૂરી છે.

આ દસ્તાવેજોની રહેશે જરૂર

સૌથી પહેલા જણાવી દઈએ કે જે સદસ્યનું નામ કાઢવા માંગો છે તેના માટે તમારી પાસે મૃત્યુ પ્રમાણપત્ર, સ્થળાંતરણ પ્રમાણપત્ર કે લગ્નનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો આમાંથી કોઈપણ દસ્તાવેજ છે તો તમારે એપ્લીકેશન એએફએસઓના નામ ઉપર લખવી પડશે. જેમાં જણાવવું પડશે કે, તમે ક્યાં સદસ્યનું નામ કાઢવા માંગો છો અને તે પાછળનું કારણ શું છે. રાજ્યોમાં પોત પોતાના પોર્ટલ છે જેના ઉપર વિઝીટ કરીને તમે આસાનીથી નામ હટાવી શકો છો. પોર્ટલ ઉપર પણ તમારે દસ્તાવેજ અટેચ કરવાનું રહેશે. અને તમારા સરનામાં ઉપર અપડેટ રાશનકાર્ડ મોકલી દેવામાં આવશે.

Related posts

12માં ધોરણના વિદ્યાર્થીએ પકડી IRCTCની મોટી ભૂલ, નહીંતર લીક થઇ ગયો હોત લાખો મુસાફરોને પ્રાઇવેટ ડેટા

Bansari

કાળા અંગ્રેજો: દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો

Pravin Makwana

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!