GSTV

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Last Updated on June 18, 2021 by Dhruv Brahmbhatt

સાઇનસનો દુ:ખાવો એ એક એવી સમસ્યા છે કે તે જેને થાય છે તે જ માત્ર તેનો અંદાજો લગાવી શકે છે. તમને જણાવી દઇએ કે, સાઇનસ નાકની એક બીમારી છે કે, જેમાં વ્યક્તિનું નાક બંધ થઇ જાય છે. જેના કારણે માથું દુ:ખવું, નાકમાંથી પાણી પડવું અથવા તો અડધા માથામાં દુ:ખાવો થવો જેવી સમસ્યા થાય છે. સામાન્ય રીતે સાઇનસની સમસ્યા થવા પર ડૉક્ટરને દેખાડવાની જરૂર પડે છે કે જેમાં સારવારની પૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવું ખાસ જરૂરી હોય છે.

sinus

પરંતુ ખૂબ જ ઓછાં લોકો એવાં જોવા મળે છે કે જેમાં સાઇનસ બે પ્રકારના હોય છે. તેમાં એક હોય છે એક્સયુટ સાઇનોસાઇટિસ અને બીજું હોય છે ક્રોનિક સાઇનોસાઇટિસ. તેમાંથી ક્રોનિક સાઇનોસાઇટિસને તમે ઘરે જ કેટલાંક ઘરેલુ ઉપાયથી ઠીક કરી શકો છો.

ક્યાં અને કેવી રીતે થાય છે સાઇનોસાઇટિસ ?

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સાઇનસનો દુ:ખાવો ત્યારે થાય છે કે જ્યારે નાકનું એક હાડકું કાં તો વધી ગયું હોય અથવા તો પછી ત્રાંસુ થઇ ગયું હોય. જો કે આવું નથી હોતું. સાઇનસ થવાના કારણ અનેક હોઇ શકે છે. સાઇનસની સમસ્યા વ્યક્તિની સાથે ત્યારે થાય છે કે, જ્યારે સાઇનસના પટલમાં સોજો આવે છે. આ સોજાના કારણે સાઇનસમાં હવાની જગ્યાએ લાળ અથવા પરું ભરાવા લાગે છે. જેથી સાઇનસ બંધ થઇ જાય છે.

સાઇનસ થવાનું કારણ

સાઇનસ થવાનું કારણ ઠંડી ઋતુ દરમ્યાન નાકમાં લાગતી હવા, તળેલું ખાવું, ચોખા અથવા તો વધુ પડતા મસાલા પણ હોઇ શકે છે. એવામાં જો સાઇનોસાઇટિસની સમસ્યાથી બચવું હોય તો તમારી માટે વિટામીન એ યુક્ત પદાર્થોનું સેવન ફાયદાકારક રહેશે. પરંતુ જો છતાં રાહત ના મળે તો ડૉક્ટર પાસે જરૂરથી જાઓ.

સાઇનસથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાયો…..

પાણી

પાણીનું સેવન

વધારે માત્રામાં પાણી પીવાથી પણ સાઇનસની સમસ્યાથી તમને રાહત મળશે.

lemon

લીંબુ અને મધ

સાઇનસથી છુટકારો મેળવવા લીંબુ અને મધને પાણીની અંદર મિલાવી થોડાંક દિવસો સુધી પીતા રહો. તમારી હાલતમાં ઘણો સુધારો આવશે.

Cinnamon

તજનો ઉપયોગ

તજ કે જેનો ઉપયોગ દરેક રસોઇ બનાવવામાં થાય છે, સાથે તેમાં દરેક પ્રકારના ગુણો હોય છે. જેથી જો સાઇનસ માટે તમે તજના પાવડરને પાણીમાં મિલાવીને પીવાનું શરૂ કરો તો તેનાથી પણ તમે સાઇનસથી છુટકારો મેળવી શકો છો.

steam

સ્ટીમ (નાસ) નો ઉપયોગ કરો

સ્ટીમ એટલે કે આજના સમયમાં જો તમે વધુ પડતો નાસ લેશો તો તેનાથી પણ તમને મોટી રાહત મળશે. તેનાથી જલ્દી તમારું નાક ખૂલી જશે અને તમને સાઇનસથી છુટકારો મળી જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!