GSTV
Gujarat Government Advertisement

12 રૂપિયામાં કેવી રીતે મળશે 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ? પ્રધાનમંત્રી સુરક્ષા વીમાનો આવી રીતે ઉઠાવો લાભ

કોરોનામાં લોકો સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત થયા છે. આ બધા વચ્ચે કોરોનાએ જીવન વીમા યોજનાનું મહત્વ વધાર્યું છે. લોકોને મોટી સંખ્યામાં વીમો ખરીદી રહ્યા છે. જો કે આ સમય દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના(PMSBY) ખૂબ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એવી યોજના છે, જે અંતર્ગત ખાતા ધારકને ફક્ત 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. ચાલો આ યોજના વિશે જાણીએ

કોરોના

મે મહિનાના અંતમાં પ્રીમિયમ ચુકવવાનું હોય છે

કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા ખૂબ જ નજીવા પ્રીમિયમથી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરી હતી. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે. તમારે આ મહિનાના અંતમાં આ પ્રીમિયમ ચૂકવવું પડશે. આ રકમ 31 મેના રોજ તમારા બેંક ખાતામાંથી આપમેળે બાદ કરવામાં આવે છે. જો તમે PMSBY લીધેલ હોય તો તમારે બેંક ખાતામાં જરૂરી રકમ રાખવી જ જોઇએ.

જાણો શું છે PMSBYની શરતો?

PMSBY યોજનાનો લાભ 18થી 70 વર્ષની ઉંમરના લોકો લાભ લઇ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયાનું છે. PMSBY યોજનાનું પ્રીમિયમ પણ સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે લિંક કરવામાં આવે છે. PMSBY પોલિસી મુજબ વીમા ખરીદતા ગ્રાહકના મૃત્યુ કે અકસ્માત પર આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ મળે છે.

યોજના

જાણો કેવી રીતે રજીસ્ટ્રેશન થાય છે?

બેંકની કોઈપણ શાખામાં જઈ તમે આ પોલિસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ PMSBYને ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. તેના માટે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી વીમા કંપનીઓ પણ આ પોલિસી વેચે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!