GSTV
Home » News » Jio Gigafiber માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની મૂંઝવણ છે? આ 4 સરળ સ્ટેપ્સમાં સમજો

Jio Gigafiber માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની મૂંઝવણ છે? આ 4 સરળ સ્ટેપ્સમાં સમજો

bsnl loss

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 42મી જનરલ મીટીંગમાં જિયો ગીગાફાઇબરના પ્લાનની ઘોષણા કરવામાં આવી છે. જિયો ગીગાફાઇબર બ્રોડબેન્ડ પ્લાનની શરૂઆતની કિંમત 700 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 10 હજાર રૂપિયા છે. જિયો ગીગાફાઇબરની સેવા 5 સપ્ટેમ્બર 2019થી બજારમાં ઉપલબ્ધ થશે. તો હવે મોટો સવાલ એ છે કે જિયો ગીગાફાઇબર માટે અપ્લાય કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જોઇએ.

આ રીતે કરો જિયો ગીગાફાઇબર માટે રજીસ્ટર

જો તમે જિયો ગીગાફાઇબરની સેવા લેવા માગતા હોય તો સૌપ્રથમ જિયોની સત્તાવાર વેબસાઇટ jio.com પર જાઓ અથવા તો  gigafiber.jio.com/registration  પર જાઓ. તમને જણાવી દઇએ કે હાલ જિયો અને જિયો ગીગાફાઇબરના નામે અનેક વેબસાઇટ ચાલી રહી છે. તેનાથી તમારે બચીને રહેવાની જરૂર છે.

તે બાદ તમને પૂછવામાં આવશે તે તમે તમારા ઘરે જિયો ગીગાફાઇબર કનેક્શન ઇચ્છો છો કે ઑફિસમાં? તે બાદ તમને એડ્રેસ પૂછવામાં આવશે. એડ્રેસ બાદ તમને તમારુ નામ, મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પૂછવામાં આવશે. મોબાઇલ અને ઇ-મેલ આઇડીમાં કોઇપણ પ્રકારની ભૂલ ન થવી જોઇએ. તે બાદ તમારા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે.

ઓટીપી નાંખ્યા બાદ તમારુ રજીસ્ટ્રેશન થઇ જશે અને તે બાદ જિયો તરફથી તમને એક-ઇ-મેલ અને એક મેસેજ આવશે. તે બાદ જિયોના અધિકારી તમારો સંપર્ક કરશે અને પછી તમારુ જિયો ગીગાફાઇબર કનેક્શન એક્ટિવ થઇ જશે.

જિયો ગીગાફાઇબર માટે કંપનીએ સિક્ટોરિટી અને ડિવાઇસની કિંમતને લઇને કોઇ જાણકારી આપી નથી. હાલ જિયો ગીગાફાઇબર સાથે સિક્યોરિટી તરીકે 4500 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે જે કનેક્શન કપાવી નાંખ્યા બાદ તમને પરત કરવામાં આવશે.

Read Also

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!