Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt
જો તમારા ઘરમાં AC છે અથવા તો પછી તમે AC ખરીદવા ઇચ્છો છો તો તમારા મગજમાં સૌથી વધારે સવાલ વિજળીના બિલને લઇને રહેતો હોય છે. જે ઘરોમાં AC છે તેઓ AC તો ચલાવે છે પરંતુ તેઓ એવી કોશિશ કરતા હોયછે કે, એસીની ઠંડક પણ જળવાઇ રહે અને વિજળીનું બિલ પણ વધારે ના આવે. એવામાં લોકો અલગ-અલગ પ્રકારના નુસખાઓ અપનાવતા હોય છે જેમાં ACનું બિલ ઓછું આવવાની વાત કહેવામાં આવે છે. પરંતુ ઘણાં ઓછાં લોકો એવું જાણે છે કે, AC ચલાવવાનો આખરે સાચો રસ્તો શું છે કે જેનાથી વિજળીની પણ બચત થાય.

એવામાં આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ કે જેના અનુસાર, જો તમે AC ચલાવશો તો ના તો માત્ર ઇલેક્ટ્રિસીટી બિલ ઓછું આવશે પરંતુ ACની લાઇફટાઇમ કેપિસિટી પણ વધી જશે. તો અહીં જાણીશું કે આખરે કેવી રીતે AC સૌ કોઇએ ચલાવવું જોઇએ.
એક જ ટેમ્પ્રેચર પર AC રાખો
એવાં અનેક અહેવાલો સામે આવી ચૂક્યાં છે કે, જેમાં ACનું તાપમાન એક જ રાખવાનું કહેવામાં આવેલ છે. કારણ કે તેની વિજળીના બિલ પર ઘણી અસર પડે છે. એવું કહેવાય છે કે, તેનાથી એક ડિગ્રી પર 6 ટકા વિજળીની અસર પડે છે અને તમે જો થોડુંક ટેમ્પ્રેચર વધારીને રાખો છો તો તેનાથી તમારા AC ના આવનારા બિલ પર 24 ટકા સુધીનો ફર્ક પડી જાય છે.
18 ને બદલે 24 પર રાખો
અનેક લોકો વધારે પડતી ગરમી લાગવા પર 18 પર ટેમ્પ્રેચર કરી દેતા હોય છે અને પછી તેમાં વધઘટ કરતા રહેતા હોય છે, એવામાં તમે એવી કોશિશ કરો કે, ACનું ટેમ્પ્રેચર 18 ને બદલે 24 ડિગ્રી પર રહે. કારણ કે તેનાથી ભલે તમને તાત્કાલિક AC ની ઠંડક ના અનુભવાય પરંતુ થોડીક વારમાં જરૂરથી તમારા રૂમનું તાપમાન ઠંડુ થઇ જશે અને તેની તમારા બિલ પર પણ અસર પડશે.

વધારે ડિવાઇસ હોય તો હટાવી દો
અનેક વાર એવું પણ થાય છે કે, જે રૂમમાં AC લગાવેલું હોય છે ત્યાં અન્ય કેટલાંક ડિવાઇસ પણ લાગેલા હોય છે. તેના કારણે રૂમને ઠંડો થવામાં વાર લાગે છે અને તમારે ઓછી ડિગ્રી પર AC ચલાવવું પડે છે. એવામાં તમે એવી કોશિશ કરો કે જે રૂમમાં AC ચાલુ રહે છે, ત્યાં ફ્રીજ જેવાં વગેરે કોઇ જ સામાન ના હોય કારણ કે તેનાથી ગરમી વધારે વધે છે.
ટાઈમરનો ઉપયોગ કરો
એવું ઘણાં લોકો સાથે થતું હોય છે કે તેઓ રાત્રે એસી ચલાવીને સૂઈ જાય છે. રાત્રે ઓરડામાં ઠંડી હોય અને કડકડતી ઠંડી લાગ્યા બાદ પણ તેઓ AC બંધ નથી કરતા. જેથી આખી રાત એસી ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, તમે થોડાંક કલાક માટે ACને ટાઈમર સેટ પણ સેટ કરી શકો છો. AC થોડાં કલાકો પછી આપમેળે બંધ થઈ જશે અને તમારો ઓરડો ઠંડો રહેશે અને AC પણ યોગ્ય સમયે બંધ થઈ જશે. આ ટેવથી, તમારું AC નું બિલ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
READ ALSO :
- કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ
- ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર
- એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ
- હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ
- આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ
