GSTV

Google Photos પર ડિલિટ થઇ ગયા છે તમારા ફોટોઝ? આ ટ્રિકથી ચપટી વગાડતા થઇ જશે રિકવર

ફોટોઝ

તસવીરો આપણા જીવનની ક્ષણોને કેદ કરીને તેને વધુ યાદગાર બનાવી દે છે. આજે આપણે સ્માર્ટફોનના કેમેરાની મદદથી ફોટોઝ ક્લીક કરીએ છીએ. એમ કહીએ કે સ્માર્ટફોનનો કેમેરા આપણને ડિજિટલ કેમેરાથી કેટલીક હદ સુધી દૂર લઇ ગયો છે.હવે આપણે ફોનની મદદથી જ ફોટોગ્રાફી કરવા લાગ્યા છીએ. ક્લિક કરીને ફોનથી તસવીરો લેવી સરળ તો બની ગઇ છે પરંતુ આ ફોટોઝને સંભાળીને રાખવા એક મોટો પડકાર છે.

આ રીતે રિકવર કરો તમારા ફોટોઝ

મોટાભાગે એવું જોવા મળે છે કે લોકો પોતાની ગેલેરીની તસવીરોને Google Photoમાં સેવ કરે છે. આવુ કરીને તેઓ પોતાના ફોનની સ્ટોરેજ ઘટાડી દે છે. એટલે કે આજના સમયમાં યુઝર્સ Google Photoઝને ઓનલાઇન બેકઅપ તરીકે યુઝ કરે છે.

પરંતુ ઘણીવાર એવું બને છે કે તસવીરો Google Photoમાંથી પણ ડિલિટ થઇ જાય છે. તેવામાં યુઝર્સને સમજાતુ નથી કે તે શું કરે અને શું નહી. તેવામાં ગભરાવાની કોઇ જરૂર નથી કારણ કે આ તસવીરોને ચપટી વગાડતા જ ફરીથી સ્ટોર કરી શકાય છે અને તેની ટ્રિક પણ ઘણી સરળ છે.

જો તમે એન્ડ્રોઇડ યુઝર હોવ તો બધાના ફોનમાં Google Photos એપ્લીકેશનને ઓપન કરો. તમને ત્રણ લાઇન દેખાશે. તેના પર ક્લિક કરો અને Trash અથવા Bin વાળા ઓપ્શનને સિલેક્ટ કરીને તે ફોટોઝને સિલેક્ટ કરો જેને તમે ફરીથી રિકવર કરવા માગો છો. ફોટો સિલેક્ટ કર્યા બાદ Restore પર ક્લિક કરો. ક્લિક કરવાની સાથે તમારા ડિલિટ કરેલા ફોટોઝ રિકવર થઇ જશે.

Read Also

Related posts

નસવાડી તાલુકાના લોકો નાછૂટકે જીવના જોખમે કરી રહ્યા છે આ કામ, બહેરી સરકારના કાને ક્યારે જશે આ વાત !

Pravin Makwana

TATAના આ પૂર્વ કર્મચારીએ લોન્ચ કર્યો UC બ્રાઉઝરનું ભારતીય વિકલ્પ, ડેટા લીક થવાની ફરિયાદ નહીં રહે

Mansi Patel

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!