GSTV
Gujarat Government Advertisement

લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલિટ થઇ ગયો છે? આ રીતે કરો રિકવર

Last Updated on August 3, 2018 by Bansari

લેપટોપ કે કોમ્પ્યુટર પરથી જરૂરી ડેટા ડિલીટ થઈ જવો સામાન્ય વાત છે. તેનુ કારણ છે તમારા કોમ્પ્યુટરમાંથી હાર્ડ ડ્રાઈવનુ ક્રેશ થવુ. પરંતુ જ્યારે તમારા માટે ઉપયોગી ડેટા ચાલ્યો જાય છે તો તેને પાછો લેવાનુ મુશ્કેલ બની જાયા છે. આજે અમે તમને જણાવશુ કે લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી ડિલેટ થયેલ ડેટાને રિકવર કેવી રીતે કરવો.

આ રીતે કરો ડેટા રિકવર

વિંડોઝ બિલ્ટ ઈન ફિચર દ્વારા ડેટા રિકવર કરી શકાય. વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં Restore the previous version નામનુ એક બિલ્ટ ઈન ફિચર આવે છે. આ ફિચર કોઈ પણ ફોલ્ડર કે ડ્રાઈવને સ્કેન કરે છે. તેનામાટે કોમ્પ્યુટરનુ સ્ટાર્ટ બટન પર ટેપ કરો પછી This Pc પર ક્લિક કરો. હવે ડિલીટ થયેલા ફોલ્ડરના લોકેશન પર જાવ. તે પછી ફાઈલ કે ફોલ્ડર પર રાઈટ ક્લિક કરીને Restore the previous version ઓપ્શન પર ક્લિક કરો. પછી તમારી ફાઈલનુ વર્ઝન સિલેક્ટ કરો. ત્યાર બાદ રી-સ્ટોર બટન પર ક્લિક કરો તેનાથી ફાઈલ રી-સ્ટોર થઈ જશે.

થર્ડ પાર્ટી સોફ્ટવેરથી ડેટા પરત મેળવો

થર્ડ પાર્ટી સોફટવેરથી પણ તમે પાછો ડેટા મેળવી શકો છો. જો પહેલી રીત કામ ન કરે તો તમે આ રીત દ્વારા ડેટા પરત મેળવી શકો છો. easeUS partition, Recuva કે Rescue proનો પણ ઉપયોગ કરી શકો છો. આમાંથી કોઈ પણ એકને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો. તે પછી તે ડ્રાઈવકે ફોલ્ડરને સિલેક્ટ કરો જેમાં ડિલેટ થયેલ ફાઈલ હતી.હવે જે ફાઈલ ફોર્મેટનેરીકવર કરવુ છે તેને સિલેક્ટ કરીનેસ્કેન પર ક્લિક કરો. જો તમે ફાઈલ ફોર્મેટ સિલેક્ટ કર્યા વગર સ્કેન પર ક્લિક કરો છો તો બધી ડિલેટ થયેલ ફાઈલ સર્ચ થવા લાગશે. સ્કેનિંગ પૂરૂ થયા પછી તમે ફાઈલને પીસીમાં સેવ કરી શકો છો.

Gujarat Government Advertisement

Related posts

કામની વાત/ SBIએ લોન્ચ કરી આરોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન, જાણો શું છે તેની ખાસિયત

Bansari

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!