GSTV

Whatsapp પર પણ કરી શકો છો કૉલ રેકોર્ડ, ફટાફટ જાણી લો કામની છે આ ટ્રિક

whatsapp

ઘણીવાર આપણે કૉલ પર જરૂરી વાતો રેકોર્ડ કરવા માગતા હોઇએ છીએ. તેવામાં જો કૉલ Whatsapp પર હોય તો તે થોડુ મુશ્કેલ થઇ જાય છે પરંતુ હવે તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsappની મદદથી હવે ટેક્સ્ટ મેસેજની સાથે સાથે ઑડિયો અને વીડિયો બંને પ્રકારના કૉલ કરીશકો છો. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે કેવી રીતે તમે આ એપ પર કૉલ રેકોર્ડ કરી શકો છો.

Android યુઝર્સ આ રીતે કરી શકે છે કૉલ રેકોર્ડ

જો તમે એન્ડ્રોઇડ યુઝર હોવ તો સૌપ્રથમ તમારે ક્યૂબ કૉલ રેકોર્ડરને ડાઉનલોડ કરવાનું છે. આ એપ ઓપન કર્યા બાદ Whatsapp પર જાઓ અને જેની સાથે વાત કરવી છે તે યુઝરને કૉલ કરો. આ દરમિયાન તમને ક્યૂબ કૉલ વિઝિટ દેખાય તો તેનો અર્થ છે કે કૉલ રેકોર્ડ થઇ રહ્યો છે. જો તમારા ફોનમાં Error શૉ કરી રહ્યું હોય તો ફરી એકવાર ક્યૂબ કૉલ રેકોર્ડર ઓપન કરો. આ વખતે એપની સેટિંગમાં જઇને વૉઇસ કૉલમાં Force Voice પર ક્લિક કરવાનું છે. આ પ્રોસેસ બાદ તમારે ફરી એક વાર Whatsapp કૉલ કરવાનો છે. જો આ વખતે ક્યૂબ કૉલ રેકોર્ડર શૉ ન કરે તો તેનો અર્થ છે કે આ એપ તમારા ફોનમાં કામ નથી કરી રહી.

iPhone યુઝર્સ આ રીતે કરી શકે છે કૉલ રેકોર્ડ

સાથે જ જો iPhone યુઝર્સ Whatsapp કૉલ રેકોર્ડ કરવા માગતા હોય તો તમારે તમારા iphoneને લાઇટનિંગ કેબલની મદદથી MaC સાથે કનેક્ટ કરવો પડશે. જે બાદ તમારા iPhoneમાં Trust this computer પર ક્લિક કરો. જો તમે પહેલીવાર MaC સાથે તમારો iPhone કનેક્ટ કરી રહ્યાં હોવ તો તમે Quick Time ઓપન કરો અને તેમાં ફાઇલ સેક્શનમાં જઇને ન્યૂ ઑડિયો રેકોર્ડિંના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને iPhone સિલેક્ટ કરવાનું છે.

Read Also

Related posts

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada

તહેવારોમાં ડુંગળીના ભાવ વધતાં સરકારે લીધો મોટો નિર્ણય, કોમનમેન માટે રાહતના સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!