GSTV

આ રીતે જાણો કે તમારા સ્માર્ટફોનમાં વાઇરસ છે કે નહીં

એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉપયોગમાં સરળ હોય તથા યુઝર્સ તેમાં પુષ્કળ એપ્લિકેશન પણ ઉપયોગ કરી શકે છે. આ જ કારણ છે કે ઓપરેટિંગ સિસ્ટમને યૂઝર્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. પરતું એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્લેટફોર્મ હોવાને કારણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરલનો હંમેશા ખતરો તોળાતો રહેતો હોય છે.

વાઇરલને કારણે તમારા સ્માર્ટફોનમાં કેટલાઇ પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. જેને સામાન્ય રીતે યૂઝર્સ સામાન્ય સમજે છે. પરંતુ અહીં અમે જણાવીએ કે વાયરસના પ્રવેશ બાદ તમારા સ્માર્ટફોનની ઓપરેટિંગ બદલાઇ જાય છે.

જોકે અહીં બતાવેલી બાબતો પર જો યૂઝર્સ ધ્યાન આપે તો તમે વાયરસ આવતાની સાથે જ સ્માર્ટફોનને પ્રોટેક્ટ કરી શકો છો. અહીં અમે કેટલીક ટિપ્સ અંગે જાણકારી આપી છે જેના આધારે તમે જાણી શકો છો કે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ છે કે નહીં.

1 ફોન ધીમો પડવો

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ આવવાનું પહેલું લક્ષણ છે ફોન ધીમો પડવો. ફોનની મેમરી ફુલ થવા પર સામાન્યરીતે કેમેરા અ બ્રાઉજિંગ જેવી સેવાઓ ધીમી પડી જાય છે. પરંતુ વાયરસ આવવાને કારણે કોલ, મેસેજિંગ અને ટાઇપિંગ દરમિયાન ફોનની સ્પીડ ધીમી પડી જાય છે.

2 ડાટા જલ્દી પૂર્ણ થવો

એન્ડ્રોઇડ ફોનમાં મોટાભાગે વાઇરસ ઇન્ટરનેટના માધ્યમથી આવતો હોય છે અને વાઇરસ એટેકની સ્થિતિમાં ડાટાનો ઉપયોગ વધારે થાય છે. જો તમારો ડાટા પ્લાન પહેલા એક મહિનો પૂર્ણ ચાલ્યો હોય. પરંતુ વાયરસના પ્રવેશ બાદ આ ડાટા 10 દિવસ, 15 દિવસ, કે તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઇ જાય છે.

3 ફોન ગરમ થવો

બ્રાઉજિંગ અથવા વીડિયો જોવા દરમિયાન ફોન સામાન્ય રીતે ગરમ થતા હોય છે પરંતુ વાઇરસના આવ્યા બાદ કોલ કે એસએમએસ  જેવી સામાન્ય બાબતે પણ ગરમ થઇ જાય છે.

4 ઝડપથી બેટરી ખાલી થવી

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ આવવાનો આ એક સંકેત પણ છે કે ફોનની બેટરી ઝડપી રીતે પૂર્ણ થઇ જાય. ફોનની બેટરી જૂની હોય તથા જલ્દી પૂર્ણ થઇ રહી હોય તો સાધારણ બેટરીની સમસ્યા છે પરંતુ જો તેમાં અચાનક બદલાવ આવે તો સમજવું કે તમારા ફોનમાં વાઇરસ છે.

5 વધારે પૉપ અપ જાહેરાત

જો તમારા ફોનમાં વાયરસ છે તો ઇન્ટરનેટ બ્રાઉજિંગ અથવા કોઇપણ એપના ઉપયોગમાં તમારે વધારે પૉપ અપ જાહેરાત જોવા મળશે. કોઇપણ શબ્દ પર લિંક બની જશે  અથવા જાતે ખુલીને સ્ક્રીન પર આવશે.

6 ફાઇલ કરપ્ટ અને ડાટા ડિલીટ થવો

વાયરસ આવ્યા બાદ તમારા ફોનમાં ઉપલબ્ધ ડાટા ડિલીટ થઇ જાય છે. અથવા ફાઇલ કરપ્ટ થવા લાગે છે. ફોટો અને વીડિયો જે પહેલા ખુલતા હતા તે અચાનક બ્લેંક થવા લાગે છે. ફાઇલ ફોર્મેટ બદલી જવાને કારણે તે ખુલતી નથી.

7 બિલ વધારે આવવું

વાયરસ તમારા ડાટા અને ફોન ડેમેજ કરી આર્થિક નુકશાન પણ પહોંચાડે છે. ફોનમાં વાયરસ આવ્યા બાદ તમારા બિલ પર તેની અસર જોવા મળે છે. જો તમે પ્રીપેડ યૂઝર્સ હોય તો બેલેન્સ પૂર્ણ થઇ જશે અને પોસ્ટપેડ યૂઝર્સ હોય તો બિલ વધારે આવે છે. વાયરસ ફોનમાં કોઇ સર્વિસ એક્ટિવ કરી દે છે અથવા તેના કારણે બેકગ્રાઉન્ડમાં કંઇક ડાઉનલોડ થતું રહેતું હોય છે.

Related posts

રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા

Pravin Makwana

ધોરાજી: કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો

Pravin Makwana

વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!