GSTV

Tips/ WhatsAppના ઉપયોગમાં નહિ થાય છેતરપિંડી, આ સેફટી ફીચર્સથી ચેટ બનાવો વધુ પ્રોટેક્ટિવ

WhatsApp

Last Updated on June 12, 2021 by Damini Patel

હાલના સમયમાં WhatsApp લોકોના જીવનનો મહત્વનો ભાગ છે. કમ્યુનિકેશનના વિવિધ પ્રારૂપોમાં WhatsAppનો ઉપયોગ વધ્યો છે. વધુ ઉપયોગ હોવાના કારણે સાઇબર ક્રિમિનલ પણ વધુ સક્રિય થયા છે. એના માટે ખુબ જરૂરી છે કે WhatsAppમાં પોતાની સુરક્ષાને પુખ્તા કરે. આજે અમે તમને જણાવશું કે તમે કેવી રીતે WhatsApp સેફટી ફીચર્સથી ચેટ વધુ પ્રોટેક્ટિવ બનાવી શકો છો.

બધાંને ન બતાવો પ્રોફાઈલ

WhatsAppમાં તમારી પાસે એ ઓપ્શન હોઈ છે કે તમારી પ્રોફાઈલ કોણ જોઈ શકે છે. એના માટે તમારે સેટિંગમાં જઈ એકાઉન્ટ પર ક્લિક કરી પ્રાઇવેસીમાં જવું પડશે. અહીં તમને પ્રોફાઈલ ફોટોને લઇ ઓપ્શન આવશે, જેમાંથી માય કોન્ટેક્ટ સિલેક્ટ કરવાનું રહેશે.

Blockનો વિકલ્પ

વોટ્સએપ

જે પણ લોકો સાથે ચેટ કરવા માંગતા નથી એમને બ્લોક કરી શકો છો. ઘણી વખત એવું થાય છે કે આપણે ઘણા લોકોના નંબર સેવ કરી લઈએ છે, પરંતુ એમની સાથે ચેટ કરવા માંગતા નથી તો મોબાઈલ નંબર બ્લોક કરી શકો છો.

જાણકારી શેર Share ન કરો

Whatsapp

આજકાલ બધા સાઇબર ક્રાઇમને લઇ આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તમે કોઈ પણ સાથે પોતાની બેન્કિંગ ડિટેલ્સ શેર ન કરો. ના તો WhatsApp પર અને ના કોઈ સોશિયલ મીડિયા સાઇટ્સ પર.

Reply કરવા પહેલા તપાસ કરો

whatsapp

કોઈ પણ અજાણ્યા નંબર પરથી મેસેજ આવવા પર રીપ્લાય કરવા પહેલા તપાસ કરો. આજકાલ લોકો અલગ-અલગ કન્ટ્રી કોડનો ઉપયોગ કરીને પણ ઠગાઈ કરે છે.

ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન છે ફાયદાકારક

આ ફીચર તમને એકાઉન્ટમાં ડબલ લોક આપે છે. પહેલા માત્ર તમે પોતાના એકાઉન્ટન ફેસ-લો, ફિંગરપ્રિન્ટ અથવા કોડ લોકથી સિક્યોર કરો અને બીજા લેવલનો રજીસ્ટર નંબર એડ કરો.

OTP શેર ન કરો

એવામાં જયારે પણ તમે મેન ડિવાઈઝ ચેન્જ કરશો અને હવે તમને કોઈ નવા ડિવાઈઝમાં પોતાનું વોટ્સએપ એકાઉન્ટ સેટ કરવું પડશે. એપ તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલશે. આ OTP તમને નવા ડિવાઈઝમાં એકાઉન્ટ સેટ કરવામાં કામ આવશે. ધ્યાન રાખો કે OTP કોઈ દિવસ પણ કોઈ સાથે શેર ન કરો. કારણ કે સંભવ છે કે કોઈ તમને એકાઉન્ટમાં લોગ-ઈન કરવાની કોશિશ કરશે અને ભૂલથી એને OTP મળી જશે.

Read Also

Related posts

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta

ઈલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ના કરોઃ આ રીતે મિનિટોમાં થઈ જશે તમારું કામ, બસ આ એક જ કરવાની છે સરળ પ્રોસેસ

Harshad Patel

Instagram પર રૂપિયા કમાવવા છે? તો ફોલો કરો આ સરળ સ્ટેપ, વધારે ફોલોવર્સની પણ જરૂર નથી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!