GSTV
Home » News » જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

મોબાઇલની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય તો તમે શું કરો છો? સૌથી પહેલાં તો તમે ફોન ચાર્જ કરવા માટે દોડશો. મોબાઇલ ચાર્જ કરના માટે યૂએસબી પોર્ટ શોધશો. આ પોર્ટ તમને બાથરૂમ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે એરપોર્ટ પર સરળતાથી મળી જશે. તે બાદ તમે કંઇ પણ સમજ્યા વિચાર્યા વિના મોબાઇલ ચાર્જ કરવા માટે દોડશો. જો તમે અત્યાર સુધી આવી જ રીતે કામ ચલાવતા આવ્યાં છો તો સચેત થઇ જાઓ. કારણ કે સાઇબર ક્રિમિનલ તમારા સંવેદનશીલ ડેટા ચોરી શકે છે અને તમને ખબર પણ નહી પડે.

સાઇબર ક્રિમિનલ ચાર્જિંગ પોર્ટસ વાળા બૂથો પર વાયરસવાળા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી દે છે જે યુઝરના ફોન અને ડિવાઇસને હેક કરી શકે છે જાણકારોએ જણાવ્યું કે ફ્રીમાં મોબાઇલ ફોન કે લેપટોપ ચાર્જ કરવાની આદત તમને ભારે પડી શકે છે. સાયબર ક્રિમિનલ તમારા બેન્ક એકાઉન્ટ, પાસપોર્ટ, એડ્રેસ, પર્સનલ ડેટા પર પણ હાથ સાફ કરી શકે છે. જો ક્રિમિનલ માલવેર ઇન્સ્ટોલ કરવામાં સફળ રહે તો તમારો ફોન પણ બ્લોક કરી શકાય છે.

આ રીતે રોકી શકાય છે ડેટા ચોરી

તેનાથી જો બચવુ હોય તો માર્કેટમાં યુએસબી કંડોમ્ઝ નામના યુએસબી ડેટા બ્લોકર્સ ઉપલબ્ધ છે. આ કંડોમની જેમ ઉપયોગી અને લાભકારક છે. તે યુએસબી દ્વારા ડેટા ચોરીના ખતરાથી બચાવે છે. યુએસબી કંડોમ્ઝ ઇન પુટ અને આઉટ પુટ પોર્ટ વાળા નાના યૂએસબી અડોપ્ટર હોય છે જે તમારા મોબાઇલ ચાર્જિંગ સમયે ડેટા ટ્રાન્સફર રોકે છે.

આઇબીએમ કંપનીના સાઇબર સિક્યોરિટી રિપોર્ટ અનુસાર, વાયરસ વાળા તમારા ફોન કે લેપટોપના કમ્પ્યુટિંગ પાવરને હાઇજેક કરે છે. જેના પરિણામે તમારા મોબાઇલ, લેપટોપના પ્રોસેસરનો યુઝ વધે છે અને તમારા ડિવાઇસની સ્પીડ ઘટી જાય છે. આ જ કારણે સાઇબર સિક્યોરીટી ડિવિડનના કેલેબ બાર્લોએ બેન્કિંગ ફ્રોડ રોકવા માટે યુએસબી કંડોમના યુઝ પર ભાર આપ્યો છે.

Read Also

Related posts

જ્યારે પોતાની ભૂલના કારણે એક સમયે અમેરિકા લાખો લોકોને ઉતારવાનું હતું મોતને ઘાટ

pratik shah

ટૉપલેસ ફોટો બાદ હવે ભૂમિ પેડનેકરની આ હૉટ તસવીરે મચાવી ધૂમ, એવું તો શું છે કે લોકો વારંવાર જોઇ રહ્યાં છે

Bansari

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!