GSTV
Business Trending

ફ્રોડને જો તમારો આધાર નંબર મળી જાય તો શું થશે? આ રીતે બચો, જાણો Aadhaar Card અંગેના આવા જ બીજા ઘણા સવાલોના જવાબ

Aadhaar Card

આધાર કાર્ડ હવે અત્યંત મહત્વનુ ડોક્યુમેન્ટ બની ગયું છે. આથી જ આધારકાર્ડ (Aadhaar Card)ને લઈને છેતરપિંડી પણ થઈ રહી છે. આ એક એવી ચીજ છે જે તમારા બેંક ખાતા, પાન કાર્ડ વગેરે સાથે લિંક ધરાવે છે. આધાર કાર્ડ વિશે ઘણા એવા સવાલો  છે જેના જવાબો સામાન્ય પ્રજાને મળતા નથી.  અહીં યુનિક આઇડેન્ટીફિકેશન ઓઓરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડને લઈને કેટલાક સવાલના જવાબો રજૂ કર્યા છે.

સવાલ : જો કોઈ ગુનાખોર પાસે મારું આધાર કાર્ડ આવી ગયુ અને તેણે મારા નામથી બેંકમાં ખાતું ખોલાવવાનો પ્રયાસ કર્યો તો મને શું નુકસાન થશે?

જવાબ : કાંઈ જ નહીં. સરકારના નિયમો હેઠળ અન્ય પેપર્સની સાથે સાથે આધાર કાર્ડ મારફતે ખાતું ખોલાવી શકાય છે. જોકે આધાર કાર્ડ બાદ બેકે વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. આવામાં માત્ર આધાર કાર્ડની નકલ લઈને કોઈ ખાતું ખોલાવી શકે નહીં આમ થાય તો બેંકની ભૂલ માની લેવામાં વસે કાર્ડ ધારકની નહીં.

Aadhaar Card

સવાલ : જેમની સાથે છેતરપિંડી થઈ તેમણે શું ભૂલ કરી હતી ?

જવાબ : દગો કરનારા મોટી રકમની લાલચ અથવા તો કાર્ડ બ્લોક થવાની વાત કહીને અથવા તો એવા જ પ્રકારની તમારી અંગત માહિતી માગે છે. જેમાં તમારી જન્મ તારીખ, પાન કાર્ડની વિગતો, યુઝર આઇડી, ઓટીપી, પાસવર્ડ અથવા તો પિન નંબરનો સમાવેશ થાય છે. બેંક અને સરકાર તમને સતત સમજાવે છે  કે બેંક કર્મચારી કે બેંક તરફથી ક્યારેય આવી માહિતી માગવામાં આવતી નથી. આમ છતાં લોકો ફોન પર આવી માહિતી આપી બેસતા હોય છે અને નુકસાન ભોગવતા હોય છે. બેંક હંમેશાં કહે છે કે આવી માહિતી કોઇને પણ ફોન પર આપશો નહીં પરંતુ બેંકને જાણ કરો.

Aadhaar Card

સવાલ : કોઈ દગાબાજ પાસે તમારી બેંક સાથે લિંક ધરાવતો આધાર નંબર હોય તો તે પૈસા ઉપાડી શકે?

જવાબ : ના, જરાય નહી.  આ વાત એવી છે જેમ કે તમારી પાસે કોઈનો ખાતા નંબર હોય. કોઈના ખાતા નંબર હોવાથી પૈસા ઉપાડી શકાતા નથી તેવી જ રીતે આધાર નંબર જાણવાથી પણ પૈસા ઉપાડી શકાતા નથી. ખાતામાંથી પૈસા ઉપાડવા માટે જાતે જ બેંકમાં જવું કે ચેક પર હસ્તાક્ષર કરવા કે એટીએમમાં જવું અને પિન કે પાસવર્ડ કે ઓટીપી દાખલ કરવો જરૂરી હોય છે. આમ  માત્ર નંબર હોવાથી પૈસા ઉપડતા નથી.

Aadhaar Card

સવાલ : આધાર કાર્ડનો ખોટો ઉપયોગ કરવાથી કોઈ કાર્ડ ધારકને નુકસાન થયું છે ?

જવાબ :  UIDAI ની વેબસાઇટ મુજબ આધાર નંબર દ્વારા કોઈ વ્યક્તિની ઓળખ ચોરીને આ પ્રકારની છેતરપિંડીથી હજી સુધી કોઈને નુકસાન થયું હોવાની ફરિયાદ થઈ નથી. આધાર પ્લેટફોર્મ પરથી દરરોજના ત્રણ કરોડ આધાર કાર્ડ પ્રમાણિત થતા હોય છે. આ ઉપરાંત આ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે દરરોજ પરિવર્તન થતા રહે છે.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીર/ કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હોવાનો અમિત શાહનો સ્પષ્ટ મેસેજ, હટાવી દીધા બુલેટપ્રૂફ કાચ

Hemal Vegda

વિશ્વ બેંકે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી 6.5% કર્યો, કહ્યું- દેશ પર કોઈ મોટું વિદેશી દેવું નથી

Hemal Vegda

ગાજેલી ફિલ્મ ઉંધા માથે પછડાઈ / ‘વિક્રમ વેધા’ પ્રથમ સપ્તાહે જ બોક્સ ઓફિસમાં ધડામ, છેલ્લા 10 વર્ષમાં ઋત્વિકની બીજી ફ્લોપ ફિલ્મ

Hardik Hingu
GSTV