GSTV
Home » News » Smart TVમાં કેદ થઇ પતિ-પત્નીની અંગત પળો, હેકિંગથી બચવા જાણી લો આ ટિપ્સ

Smart TVમાં કેદ થઇ પતિ-પત્નીની અંગત પળો, હેકિંગથી બચવા જાણી લો આ ટિપ્સ

સ્માર્ટફોન હેકિંગ હવે સામાન્ય વાત થઇ ગઇ છે પરંતુ હવે સ્માર્ટ ટીવી પણ હેક થવા લાગ્યા છે. ભારતમાં સ્માર્ટ ટીવીનો ટ્રેન્ડ શરૂ થઇ ચુક્યો છે અને હવે લોકો ટ્રેડિશનલ ટીવીના બદલે સ્માર્ટ ટીવી પર પસંદગી ઉતારી રહ્યાં છે. સ્માર્ટ ટીવી મોટાભાગે તે જ સોફ્ટવેર પર કામ કરે જેવું તમારા સ્માર્ટફોનમાં હોય છે. સ્માર્ટ ટીવી માટે તમારે ઇન્ટરનેટની પણ જરૂર પડે છે. તેથી સ્માર્ટ ટીવીને હેક કરવું હવે સરળ બની ગયું છે અને હેકર્સ તેને નિશાન બનાવી રહ્યાં છે.

સુરતમાં બની Smart TV હેકિંગની ચોંકાવનારી ઘટના

જો તમારા બેડરૂમમાં સ્માર્ટ ટીવી હોય તો આ કિસ્સો તમારા માટે ચેતવણી સમાન છે. સુરતના પોશ વિસ્તાર વેસુમાં એક યુવક પોર્ન વેબસાઇટ પર પોતાની જ પત્ની સાથેની અંગત પળોનો વીડિયો જોઇ ડઘાઇ ગયો. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવકને પત્ની અને સંતાનમાં 5 વર્ષીય પુત્રી છે. યુવકને પોર્ન વીડિયો જોવાની આદત હોવાથી તે વેબસાઇટ પર એક પછી એક વીડિયો નિહાળી રહ્યા હતા. તે દરમ્યાન એક વીડિયોમાં પોતાને જોઇ તેઓ રીતસર ડઘાઇ ગયા. કેમકે ઘરના બેડરૂમમાં પત્ની સાથે માણેલી અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

વીડિયોના ફૂટેજ ક્લિયર હોવા સાથે તે ચોરી છૂપીથી નહીં પણ નજીકથી કેમેરા દ્વારા બનાવાયો હોવાનું જણાયું હતું. પરંતુ બેડરૂમમાં કોઇ સ્પાય કેમેરો મળ્યો ન હતો. આ દરમ્યાન યુવકે સાઇબર એક્સપર્ટની મદદ લીધી. અને ત્યાર બાદ જે હકીકત સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી.

સાઈબર એક્સપર્ટે તપાસ હાથ ધરી

સાઇબર એક્સપર્ટે યુવકના બેડરૂમમાં તપાસ હાથ ધરી હતી. બેડરૂમમાં લેપટોપ. ડેસ્કટોપ કે કોઇ હિડન કેમેરા મળ્યા ન હતા. સાથો સાથ પતિ-પત્ની મોબાઇલ પણ ઓફ કરીને સૂઇ જતા હોવાનું જાણવા મળતા સૌ કોઇ આ વીડિયો કેવી રીતે અને કોણે બનાવ્યો તે અંગે મૂ્ંઝવણમાં મૂકાઈ ગયા હતા. દરમિયાન સાઇબર એક્સપર્ટની નજર બેડરૂમમાં બેડની બરાબર સામે મૂકેલા સ્માર્ટ ટીવી પર પડી હતી. વીડિયોની પોઝિશન પણ સ્માર્ટ ટીવી આસપાસ જણાઇ હતી.

કોણ જવાબદાર ?

આખરે ઉંડાણપૂર્વકની તપાસમાં દંપતીના પોર્ન વીડિયો માટે સ્માર્ટ ટીવી જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો. માઇક્રો ફોન. સ્પાય કેમેરો એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે. જેમ નેટ કનેક્ટેડ મોબાઇલ-કમ્પ્યુટર કે લેપટોપ હેક થાય છે તેમ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે છે.

Smart TVને હેક થતાં આ રીતે બચાવો

દરેક સમસ્યાનું એક સમાધાન હોય છે તેની જ રીતે Smart TVને હેક થતાં પણ બચાવી શકાય છે. ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ટેક્નોલોજીનો સેફ યુઝ જ સમજદારી છે.

ફૉલો કરો આ સ્ટેપ્સ

—જો તમારા Smart TVમાં ઇનબિલ્ટ કેમેરા હોય તો તેને સેટિંગ્સમાં જઇને ડિસેબલ કરી દો અથવા તો કેમેરા ઉપર બ્લેક ટેપ લગાવીને તેને ઢાંકી દો.

—સેટિંગ્સમાં જઇને માઇક્રોફોનનો ઓલ્વેઝ ઓપ્શન ઑફ કરી દો.

Tata Sky Airtel Digital TV

—કંપની દ્વારા આપવામાં આવેલા અપડેટને ઇગ્નોર ન કરો અને સમયે સમયે તેને અપડેટ કરતાં રહો.

તમારા સ્માર્ટ ટીવીમાં બિનજરૂરી એપ્સ ઇન્સ્ટોલ ન કરો. ખાસ કરીને જેના વિશે તમને જાણ ન હોય.

—સેમસંગના સ્માર્ટ ટીવીની સિસ્ટમ સેટિંગ્સના Accessibility સેક્શનમાં જઇને Smart Security ને ઑન કરી લો.

—થર્ડ પાર્ટી રિમોટ એપ યુઝ ન કરો, કંપની તરફથી આપવામાં આવેલા રિમોટનો જ યુઝ કરો.

—સ્માર્ટ ટીવીને કોઇ ઓપન વાઇ-ફાઇ સાથે કનેક્ટ ન કરો. સિક્યોર કનેક્શનનો જ યુઝ કરો.

—જો તમારુ કામ ટ્રેડિશનલ ટીવીથી ચાલતું હોય અને તેનાથી ખુશ હોવ તો સ્માર્ટ ટીવી અવોઇડ કરી શકો છો.

Read Also

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!