GSTV
Home » News » તમારો સ્માર્ટફોન તમને બનાવી શકે છે અંધ, નુકસાનથી બચવા માટે ફટાફટ બદલી નાંખો આ સેટિંગ્સ

તમારો સ્માર્ટફોન તમને બનાવી શકે છે અંધ, નુકસાનથી બચવા માટે ફટાફટ બદલી નાંખો આ સેટિંગ્સ

airtel 4g hotspot

સ્માર્ટફોન આપણી જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે અને સવારે ઉઠવાથી લઈને રાત્રે સુતા સુધી વારંવાર મોબાઈલની સ્ક્રીન જોવાની આદત પડી ગઈ છે, એવામાં સ્માર્ટફોન કે અન્ય ડિવાઈસની સ્ક્રીન સૌથી વધુ આંખોને નુકસાન પહોંચાડી રહી છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આંખોને થતા નુકસાનને ઓછી કરી શકાય છે, તે માટે તમારે આ બાબતો જરૂરથી જાણવી જોઈએ…

આંખોને નુકસાન કરે છે આ બ્લ્યૂ લાઈટ

આંખો પર જોર પડવાનું સૌથી મોટું કારણ મોબાઈલ સ્ક્રીનના ડિવાઈઝમાંથી નિકળતી લીલી લાઈટ છે. યૂનિવર્સિટી ઓફ ટોલેડોને આ લીલી લાઈટને રેટિના સેલ્સને નુકસાન પહોંચનારું કહ્યું છે.

વધતી જતી ઉંમરે આંખો ગુમાવવાનો ખતરો

અભ્યાસમાં સાબીત થયું છે કે, સતત બ્લ્યૂ લાઈટના સંપર્કમાં રહેવાથી આંખો પર જોર પડે છે. અન્ય તકલીફો પણ સર્જાઈ શકે છે. ઉપરાંત કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમર થતા સુધીમાં ધીમે ધીમે અંધત્વ થઈ શકે છે. યુવાવસ્થામાં આંખોમાં થનારી નાની બળતરા જો ઠીક ન થાય તો અંધત્વ પણ આવી શકે છે.

બ્લૂ લાઈટ ફિલ્ટર કરો ઓન

તમે સ્માર્ટફોનમાં બ્લૂ લાઈટ ફિલ્ટર કે નાઈટ મોડ ઓન કરી શકો છો, તેનાથી બ્લૂ લાઈટ્સ સ્ક્રીનથી બહાર આવતી નથી. જો તમારા સ્માર્ટફોનમાં પહેલાથી જ આ ફીચર ન હોય તો પ્લેસ્ટોર કે એપસ્ટોર પરથી આવી એપ ડાઉનલોડ કરી શકાય છે, જે આ ફીચરને ઓન કરે છે.

સ્ક્રીન પ્રોડેક્ટર પણ ફાયદાકારક

તમે સારી ક્વોલિટીની સ્ક્રીન પ્રોડેક્ટર્સનો પણ ઉપયોગ કરી શકો છો. સ્ક્રીન પ્રોટેક્ટર્સ આવા ફીચરની સાથે આવે છે અને બ્લૂ લાઈટને ફિલ્ટર કરે છે. તમે ઓનલાઈન પણ આવા ફિલ્ટર્સ મંગાવી શકો છો.

Read Also

Related posts

ઈમરાન હાશ્મીને ઘર ચલાવા માટે ક્યારેક કરવું પડ્યું એવું કામ, જાણી રહી જશો દંગ

Dharika Jansari

પાકમાં પરાણે અતિથી બનીને આવતી જીવાતોનું નિરાકરણ કેવી રીતે લાવવું ?

Mayur

ફુલોની ફુલગુલાબી ખેતી કરી કચ્છના ખેડૂતે કેવી રીતે મેળવી સફળતાની સોડમ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!