GSTV

વાવાઝોડાની ગાઈડલાઈન: ડરવાની જરાંયે જરૂર નથી, ચક્રવાતના સમયે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો, આ પ્રવૃતિ ન કરતા

Last Updated on May 16, 2021 by Pravin Makwana

એક બાજૂ જ્યાં ભારતમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યાં બીજી બાજૂ ભારત માથે વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. એવી જાણકારી છે કે, ગુજરાતના તટીય વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે. આવી સ્થિતીમાં લોકોમાં ડરનો માહોલ ફેલાઈ નહીં તેના માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક ગાઈડલાઈન જાહેર કરી છે. આવી સ્થિતીમાં શું કરવુ અને શું ન કરવુ તેના વિશે વિગતે જણાવ્યુ છે. આપને જણાવી દઈએ કે, છ રાજ્યોમાં ચક્રવાતી તોફાનથી પ્રભાવિત થવાની સંભાવના છે. જેમાં કેરલ, કર્ણાટક, તમિલનાડૂ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં 100થી વધારે બચાવ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

આવી સ્થિતીમાં શું કરવુ અને શું ન કરવુ

  • અફવાઓ પર ધ્યાન ન આપો, શાંત રહો અને ગભરાવાની જરૂર નથી
  • લોકોને સૂચના અપાઈ છે કે, ચક્રવાત આવે તે પહેલા સાવધાની રાખીને કનેક્ટિવિટીને ધ્યાને રાખીને મોબાઈલ ફોન ફૂલ ચાર્જ કરી લેવો.
  • વોટરપ્રુફ બોટલ અને કંટેનરોમાં દસ્તાવેજ અને કિંમતી સામાન રાખી લેવો.ચક્રવાતના સમયે સુરક્ષા દરમિયાન જરૂરી વસ્તુ ભરેલી એક ઈમરજન્સી કિટ તૈયાર રાખવી.
  • માછીમારોએ સમુદ્રમાં જવુ નહીં
  • ચક્રવાતના સમયે લોકોને સલાહ આપવામાં આવે છે કે, પોતાના ઘરની બારી અને દરવાજા બંધ રાખવા અને વિજળીની મેન સ્વિચ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા.
  • જો આપનુ ઘર અસુરક્ષિત જગ્યાએ હોય તો, સૌથી પહેલા ત્યાંથી નિકળી અન્ય જગ્યાએ શિફ્ટ થઈ જાવ.
  • આવા સંજોગામાં લોકોએ ઉકાળેલુ પાણી અને ક્લોરિનયુક્ત પાણી પીવાની સલાહ આપી છે.
  • જે લોકો બહાર છે, તેમને જેટલુ બને તેટલુ જલ્દી સુરક્ષિત આશ્રય લઈ લેવો, જર્જરિત ઈમારતોમાં પ્રવેશ કરવો નહીં.
  • તૂટેલા વિજળીના થાંભલા, તાર અને અન્ય વસ્તુઓથી સાવધાન રહેવુ

અરબ સાગરમાં આવેલા દબાણના કારણે ભારતમાં ચક્રવાતી તોફાનની એન્ટ્રી થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તૌકતે 18 મે સવારે ગુજરાતના તટિય વિસ્તારને પાર કરતા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જે ઉત્તર પશ્ચિમ તરફ વળી શકે છે. હવામાન વિભાગે આ સમયે માછીમારો ખાસ સલાહ આપી છે.

READ ALSO

Related posts

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari

અતિ કામનું/ દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ, ICMR કર્યો ખુલાસો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!