GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કોરોનાકાળમાં ગામડે જઈ વસેલા યુવાનો માટે કામની વાત, સરકારની આ યોજનાથી કરો ઘરે બેઠા કમાણી

અનેક લોકો એવા હોય છે, જેમને પોતાના ઘરે રહીને કમાવાની ઈચ્છા હોય છે. તો અમુક લોકોને ગામથી દૂર રહીને કમાવાનું પસંદ હોય છે. હાલમાં સંક્રમણ ફેલાવાના કારણે લાખો લોકો શહેર છોડી ગામડામાં વસી રહ્યા છે. જ્યાં કેટલાય લોકો છે જે ઘરેથી જ કામ કરી રહ્યા છે. જો કે, અમુક લોકો છે જે ઘરેથી કામ કરવા સક્ષમ નથી. જો તમે પણ ભણેલા ગણેલા છો અને ગામડામાંથી કંઈક કરવા માગો છો, તો તેના માટે સરકાર પાસે એક સ્કિમ છે, જે તમારી મદદ કરી શકશે.

કોમન સર્વિસ સેન્ટર ખોલો

સરકારની ડિઝીટલ ઈંડિયા અંતર્ગત તમે તમારા જ ગામમાં સામાન્ય સેવા કેન્દ્ર એટલે કે, કોમન સર્વિસ સેન્ટર ખોલી કમાણી કરી શકો છો. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામિણ નવયુવાનોને ઉદ્યમી બનાવવા માટે ડિઝીટલ ઈંડિયાનો ફાયદો ગામેગામ પહોચાડવાનો છે.

રજીસ્ટ્રેશન કરાવો

જો તમે પણ સામાન્ય સેવા કેન્દ્ર ખોલવા માગો છો, તમને કોમ્પ્યુટર આવડવુ જોઈએ. જેના માટે સૌથી પહેલા register.csc.gov.in પર જઈને કોમન સર્વિસ સેન્ટર માટે રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. રજીસ્ટ્રેશન સમયે તમારે 1400 રૂપિયા આપવાના રહેશે.

રજીસ્ટ્રેશન દરમિયાન અહીં આપને ફોટો પણ અપલોડ કરવાનો રહેશે, જ્યાં તમે સેન્ટર ખોલવા માગો છો. ફોર્મ ભર્યા બાદ તમને એક આઈડી પણ મળશે.અરજી સ્વિકાર્ય થયા બાદ તમારી ટ્રેનિંગ થશે. ત્યાર બાદ તમને એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટની સાથે સાથે તમને અનેક સેવાની મંજૂરી મળી જશે, જે એક સાઈબર કાફેવાળાને પણ મળતી નથી.

આ રીતે કરો કમાણી

આ કેન્દ્ર પર તમે ઓનલાઈન કોર્સ, સીએસસી બજાર, કૃષિ સેવાઓ, ઈકોર્મસ સેલ, રેલ્વે ટિકિટ, એર અને બસ ટિકિટ બુકીંગની સાથે સાથે મોબાઈલ અને ડીટીએચ રિચાર્જનું પણ કામ કરી શકો. આ ઉપરાંત પાન કાર્ડથી લઈને પાસપોર્ટ સુધી પણ બનાવી શકો છો. આ કામ બદલ સરકાર તમારી પાસે કોઈ પૈસા લેતી નથી. જે પણ કામ કરો, તેના પૈસા તમે ખુદ નક્કી કરી ગ્રાહક પાસે લઈ શકો.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!