GSTV
Gujarat Government Advertisement

EPFO/ જો તમે ઘરે બેઠા ટ્રાન્સફર કરવા માંગો છો પોતાનું પીએફ એકાઉન્ટ, તો આ સ્ટેપને કરો ફોલો

EPFO

Last Updated on May 14, 2021 by Damini Patel

જો તમે પોતાના પીએફની રકમને ગયી કંપનીના હાજર નિયોક્તા દ્વારા ખોલવામાં આવેલા નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગો છો તો ઘરે બેઠા કરી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પીએફ ટ્રાન્સફર કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે. જો કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર(UAN) આવ્યા પછી કર્મચારીના તમામ એકાઉન્ટ એક જગ્યાએ રહે છે, પરંતુ પૈસા અલગ-અલગ ખાતામાં રહે છે. માટે જરૂરી છે કે નવી કંપની સાથે તમે પહેલા UAN શેર કરી દો. પછી નવા ખાતામાં જુના ખાતાના પૈસા ટ્રાન્સફર કરી લો. આ પ્રક્રિયાને ઓનલાઇન કરવા માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

કેવી રીતે પીએફ ટ્રાન્સફર માટે કરશો એપ્લાય

કર્મચારી
  • સૌથી પહેલા EPFOના યૂનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ. UAN અને પાસવર્ડ નાખી લોગ ઈન કરો.
  • લોગ ઈન કર્યા પછી Online Services પર જાઓ અને Member-One EPF Account Transfer Request ઓપ્શન પર ક્લિક કરો.
  • આમાં તમને પર્સનલ ઇન્ફોર્મેશન અને પીએફ એકાઉન્ટ વેરીફાઈ કરવાનું રહેશે. તમારે તમારા વર્તમાન એમ્પ્લોયમેન્ટની જાણકારી આપવાની રહેશે.
  • ત્યાર પછી Get Details ઓપ્શન પર ક્લીન કરો. ગઈ નિયુક્તિની પીએફ એકાઉન્ટ ડીટેલ સ્ક્રીન પર આવી જશે.
  • હવે તમારી પાસે ઓનલાઇન ક્લેમ ફોર્મને એટેસ્ટ કરવા માટે ગયા નિયોક્તા અને વર્તમાન નિયુક્તામાં કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હશે. તમે એને ઓથોરાઈઝડ સિગ્નેટારી હોલ્ડિંગ DSCની ઉપલબ્ધતાના આધારે પસંદ કરો. બંનેમાં કોઈ પણ નિયુક્તાને પસંદ કરી મેમ્બર આઈડી અથવા UAN નંબર આપો.
  • અંતમાં Get OTP ઓપ્શન પર ક્લિક કરો. તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવી જશે. ફરી એના પર OTP નાખી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
  • એકવાર ઓટીપી ચકાસી લો પછીની ઓલાઇન મની ટ્રાન્સફર પ્રક્રિયા માટે રિકવેસ્ટ પાછલી કંપનીને મોકલવામાં આવશે.
  • આ પ્રક્રિયા આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. પહેલા કંપની તેને ટ્રાન્સફર કરશે. ત્યારબાદ EPFOના ફીલ્ડ ઓફિસર તેની ચકાસણી કરશે.
  • EPFO ​​અધિકારીની ચકાસણી પછી જ તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.
  • ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં તે જોવા માટે તમે સ્ટેટસને Track Claim Statusમાં જોઈ શકો છો.
  • ઓફલાઇન ટ્રાન્સફર માટે તમારે ફોર્મ -13 ભરવું પડશે અને તમારી જૂની કંપની અથવા નવી કંપનીને આપવું પડશે.

શું શું હોવું જરૂરી છે ?

  • રજીસ્ટર્ડ મોબાઇલ નંબર સક્રિય હોવો જોઈએ કારણ કે આ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે.
  • કર્મચારીનું બેંક ખાતા નંબર અને આધાર નંબર UAN સાથે જોડાયેલા હોવા જોઈએ.
  • અગાઉની નિમણૂકમાંથી બહાર નીકળવાની તારીખ યાદ રાખવી આવશ્યક છે. જો નહીં, તો પહેલા તેને યાદ રાખો.
  • ઇ-કેવાયસી એમ્પ્લોયર દ્વારા પૂર્વ મંજૂરી હોવી જોઈએ.
  • પહેલાની સભ્ય ID માટે ફક્ત એક જ ટ્રાન્સફર રિકવેસ્ટને મંજૂરી આપવામાં આવશે.
  • અરજી કરતા પહેલા મેમ્બર પ્રોફાઇલની અંદર આપવામાં આવેલી તમામ વ્યક્તિગત માહિતીની ચકાસણી અને પુષ્ટિ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!