GSTV

કોરોનાવાયરસઃ આર્થિક સમસ્યાનું નિવારણ કરવા આ 5 બાબતો તમને ઉપયોગી પુરવાર થશે

કોરોનાવાયરસ

આપણે જાણીએ છીએ કે, કોરોના વાયરસ અને એના પરિણામે લોકડાઉનની અસર વ્યક્તિના શરીર કરતાં મન પર અને મન કરતાં ખિસ્સા પર વધારે થઈ રહી છે. આ સમયગાળામાં લોકોને સૌથી મોટી ચિંતા આવકમાં થઈ રહેલો ઘટાડો છે. એક તરફ, આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ, વિવિધ પ્રકારનાં ખર્ચ જળવાઈ રહ્યાં છે. આ સંજોગોમાં કોઈ ઇમરજન્સી ઊભી થાય, તો એનો આર્થિક રીતે સામનો કરવા આ 5 સલાહ તમને ઉપયોગી થઈ પડશે.

ઇમરજન્સી ફંડ

અત્યારે લોકડાઉનને કારણે મોટા ભાગનાં લોકો ઘરમાં છે અને બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યાં છે. આ સ્થિતિસંજોગોમાં અચાનક વધારે રૂપિયાની જરૂર પડે તો ઇમરજન્સી ફંડ તમને ઉપયોગી થઈ શકે છે. ઓછામાં ઓછા છ મહિનાનું ઇમરજન્સી ફંડ જરૂર બનાવો. એનાથી એકાએક નોકરી ગુમાવવાથી કે અન્ય કોઈ કટોકટીનો સામનો કરી શકાશે.

ઋણ લેવાનું ટાળો

કહેવાય છે કે, તમે જેટલી જરૂરિયાત વધારશો એટલી વધશે. કરકસર કરવાથી અને બિનજરૂરી ખર્ચ ટાળવાથી વ્યક્તિ બહુ મોટી સમસ્યા ઊભી કરવાનું ટાળી શકે છે. હાલના સ્થિતિસંજોગોમાં ગમે એટલી જરૂર કેમ ન હોય ઋણ લેવાનું ટાળો, કારણ કે ઋણ ઉતારવાનું બોજ હંમેશા રહે છે. વળી અત્યારે આવક વધે એવા સ્થિતિસંજોગો નથી એટલે ઋણની ભરપાઈ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે અગાઉથી કોઈ ઋણ ધરાવતા હોય, તો એની નિયમિત ચુકવણી કરવાનું જાળવી રાખો. ક્રેડિટ કાર્ડને બદલે તમામ પેમેન્ટ ડેબિટ કાર્ડથી કરવાનું રાખો.

તમારી કુશળતા વધારો

લોકડાઉનમાં કામ કરતા કરતા કુશળતા વધારવાની રીતો શોધો. અત્યારે ઇન્ટરનેટ પર ઘણા ઓનલાઇન કોર્સ ચાલુ છે. પોતાના સીવી સાથે પૂરક બને એવો કોઈ કોર્સ કરી શકાય. લોકડાઉન પૂર્ણ થયા પછી તમને આ વધારાની કુશળતા ઉપયોગી બની શકે છે.

સેવિંગ સ્કીમ

બિનજરૂરી ખર્ચાઓ ઘટાડો

તમારા ફાલતુ ખર્ચાઓ પર શક્ય હોય એટલું નિયંત્રણ કરો. અગાઉથી બજેટ બનાવો. નોકરી ઉપરાંત વૈકલ્પિક આવકના સાધનો શોધો અને બજારમાં નવી તકો પર નજર રાખો.

સમજ્યા-વિચાર્યા વિના રોકાણ ન કરો

અત્યારે રોકાણ કરવાની બાબતે અતિશય કાળજી રાખવાની જરૂર છે. હાલ બજારમાં મોટા પાયે વધઘટ થઈ રહી છે. આ સ્થિતિસંજોગોમાં રોકાણ ન કરો. વળી એજન્ટો તરફથી લલચામણી ઓફરોથી સાવધાની રાખો.

Read Also

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!