GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Facebook Avatars: આ રીતે બનાવો પોતાનો ‘અવતાર’, કમેન્ટ અને ચેટ સહિત આટલી જગ્યાએ કરી શકો છો યુઝ

facebook

ફેસબુકે(Facebook) ભારતમાં નવુ ફીચર ફેસબુક અવતાર લૉન્ચ કરી દીધું છે. સોશિયલ મીડિયા (Social Media) દિગ્ગજે પહેલાં તેને ફક્ત UK અને અન્ય દેશો માટે લૉન્ચ કર્યુ હતુ. પરંતુ હવે ભારતીય યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સ તેમાં પોતાનું કસ્ટમ કાર્ટૂન વર્ઝન ક્રિએટ કરી શકે છે. તે જોવામાં બિલકુલ તેવુ જ દેખાય છે જેનુ એપલનુ મેમોજી (Apple Memoji Sticker) સ્ટિકર છે.

Facebookના અવતારમાં અનેક પ્રકારના કસ્ટમાઇઝેશન છે, જેમાં અલગ-અલગ પ્રકારના ફેસ, હેરસ્ટાઇલ અને કપડા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે Facebookએ ભારતીય યુઝર્સ માટે ખાસ કરીને અલગ કપડા કસ્ટમાઇઝ કર્યા છે.

ક્યાં યુઝ કરી શકશો આ Facebook Avatars?

Facebookના અવતારમાં અનેક પ્રકારના કસ્ટમાઇઝેશન છે, જેમાં અલગ-અલગ પ્રકારના ફેસ, હેરસ્ટાઇસ અને કપડા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે Facebookએ ભારતીય યુઝર્સ માટે ખાસ કરીને અલગ કપડા કસ્ટમાઇઝ કર્યા છે.

આ રીતે બનાવો તમારો Facebook Avatars

Facebook અવતારને યુઝર્સ કમેન્ટ્સ, સ્ટોરીઝ અને પ્રોફાઇલ ફોટોમાં યુઝ કરી શકે છે. સાથે જ તેને મેસેન્જર પર પણ યુઝ કરી શકાય છે. આ ઉપરાંત યુઝર્સ તેને વૉટ્સએપ ચેટ પર પણ શેર કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારુ Facebook Avatar ક્રિએટ કરી શકો છો. સ્ટેપ્સ શરૂ કરતાં પહેલાં Facebook એપને તેના લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવુ જરૂરી છે. સૌપ્રથમ તમારા ફોનમાં Facebook ઓપન કરો. હવે રાઇટ સાઇડમાં ઉપર તરફ આપવામાં આવેલી ત્રણ લાઇન પર ટેપ કરો.

નીચે સ્ક્રોલ કરીને ‘See More’ ઓપ્શન પર જાઓ. અહીં તમને Avatarનો ઓપ્શન મળશે. તેના પર ટેપ કરો. હવે સ્કિન ટોન સિલેક્ટ કરીને Next પર જાઓ.

તે બાદ આગામી સ્ક્રીન પર હેરસ્ટાઇલ, ફેસ શેપ, આંખોનો શેપ, કલર, આઇબ્રો, નાકને પર્સનલાઇઝ કરો. હવે પર્સનલાઇઝ કર્યા બાદ Done પર ટેપ કરી દો. જે બાદ તમારુ અવતાર બની જશે.

Read Also

Related posts

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!