GSTV
Home » News » મત ગણતરી કેવી રીતે કરવી?: ચૂંટણી પંચ માટે યક્ષ પ્રશ્ન

મત ગણતરી કેવી રીતે કરવી?: ચૂંટણી પંચ માટે યક્ષ પ્રશ્ન

Chandni Chowk evm

૨૩મી મેએ લોકસભાની ચૂંટણીના પરીણામ જાહેર થવાના છે, આ સ્થિતિ વચ્ચે હવે ઇવીએમને લઇને શંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આશરે ૨૨ જેટલા પક્ષોએ એક થઇને ચૂંટણી કમિશનને મળીને ઇવીએમને લઇને વીવીધ રજુઆતો કરી છે. વિપક્ષના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને પોતાની આ રજુઆતો સોપી છે જેમાં એવી માગણી કરી છે કે હાલ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઇ પણ મત વિસ્તારમાં પાંચ મતદાન મથકોમાં ઇવીએમ અને વીવીપીએટી સ્લિપ બન્નેની સરખામણી કરવામાં આવશે.

VVPAT lok sabha

આ ગણતરી દરમિયાન  જો કોઇ એક પણ ઇવીએમ કે વીવીપીએટીમાં ખામી જોવા મળે તો તે વિસ્તારના દરેક ઇવીએમ અને વીવીપીએટીની સરખામણી કરવામાં આવે, એટલે કે માત્ર બે ટકા નહીં પણ ૧૦૦ ટકા ઇવીએમ અને વીવીપીએટીની સરખામણી કરવી. 

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે મતગણતરી શરુ કરવામાં આવે તે પહેલા જ ઇવીએમ અને વીવીપીએટી બન્નેની સરખાણી કરી લેવી. જે બાદ બાકીના ઇવીએમમાં મતગણતરી શરૂ કરવામાં આવે. આ સ્થિતિ વચ્ચે જો પાંચમાંથી એક પણ ઇવીએમ અને વીવીપીએટીમાં ગડબડ સામે આવે તો તે વિસ્તારના બધા જ ઇવીએમ અને વીવીપીએટીની સરખામણી ગણતરી સમયે કરવામાં આવે. કોંગ્રેસના અન્ય એક નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી આ પ્રકારની રજુઆતો કરી રહ્યા છીએ તેમ છતા કોઇ પગલા હજુસુધી લેવાયા નથી અને હવે ચૂંટણી પંચ કહે છે કે બુધવારે તેઓ એક મિટિંગનું આયોજન કરી રહ્યા છે. 

જે ૨૨ પક્ષોના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા અને ઇવીએમ તેમજ વીવીપીએટી બન્નેની સરખામણીની માગણી કરી હતી તેમાં અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, અભિષેક સિંઘવી, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, બીએસપીના સતીષ ચંદ્ર મિશ્રા, સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરી, સીપીઆઇના ડી. રાજા, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના નેતા અરવિંદ કેજરીવાલ, ટીએમસીના ડેરેક ઓબ્રેન, સપાના રામગોપાલ યાદવ, ડીએમકીના કનીમોઝીનો પણ સમાવેશ થાય છે. આ નેતાઓએ ઉગ્ર રીતે ઇવીએમનો મુદ્દો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો છે અને વિવિધ માગો મુકી છે. સાથે તેઓ ફરી બુધવારે આ અંગે એક મીટિંગ ચૂંટણી પંચ સાથે યોજવાના છે. 

અગાઉ ઈવીએમ દ્વારા એક જ દિવસમાં પરિણામ જાહેર થતાં

પરિણામો જાહેર કરતાં કેટલો સમય લાગશે, તે કોણ જીતે તેના પર આધારિત!

ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી થયા પછી તત્કાળ પરિણામ આવે છે. જોકે છેલ્લી થોડી ચૂંટણીઓમાં એક યા બીજા કારણોસર પરિણામો મોડા પડયાના દાખલા નોંધાયા છે. સાંજ સુધીમાં આવી જનારા પરિણામો મોડી રાત સુધી ચાલ્યા છે. એટલે લોકોમાં એવી શંકા વહેતી થઈ છે કે ઈવીએમ સાથે ગરબડ થઈ શકે એ માટે પરિણામો મોડા કરવામાં આવતા હશે. ખાસ કરીને સત્તાધારી ભાજપને જ્યારે જ્યારે સત્તા મળી નથી ત્યારે પરિણામ મોડા થયા છે.

આ પહેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પરિણામો આવ્યા એ વખતે પણ મોડું થયું હતુ. કેમ કે એ બન્ને રાજ્યોમાં ભાજપ વિરૂદ્ધ પરિણામ આવ્યું હતુ. આ વખતે પણ પરિણામ ભાજપની તરફેણમાં ન આવે એવા સંજોગોમાં રિઝલ્ટ જાહેર થતાં મોડુ થાય એવી ચર્ચાઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં થઇ રહી છે.

બીજી તરફ દેશભરમાંથી ઈવીએમમાં ગરબડ થયાની શંકાઓ પણ રજૂ થઈ છે. અગાઉની ઘણી ચૂંટણીઓમાં ઈવીએમ દ્વારા ગણતરીના કલાકોમાં પરિણામો આવી ચૂક્યા છે. પરંતુ હવેની છેલ્લી કેટલીક ચૂંટણી વખતે ઈવીએમ હોવા છતાં જાત-જાતના કારણો બતાવીને પરિણામો મોડા પડયાના દાખલા નોંધાયા છે.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!