GSTV
Fashion & Beauty Life Trending

કુદરતી ચીજવસ્તુઓથી ઘરે જ બનાવો સનસ્ક્રીન, તાપ અને પ્રદૂષણથઈ બચાવશે આ ક્રીમ

સૂર્યપ્રકાશ અને પ્રદૂષણ સામે રક્ષણ આપવા માટે ત્વચા પર સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. સનસ્ક્રીન ત્વચાને યુવી કિરણોના નુકસાનથી બચાવે છે. જો કે કેમિકલયુક્ત સનસ્ક્રીન લાંબા સમય સુધી ત્વચા પર રહે તો ત્વચાને નુકસાન પણ થઈ શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવાનું ટાળે છે. કેવું રહે જો તને કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને જાતે જ સનસ્ક્રીન બનાવવાનું સીખી લો તો ? હા, તમે ઘરે હાજર કેટલાક પ્રાકૃતિક ઘટકો વડે હોમમેઇડ સનસ્ક્રીન બનાવી શકો છો. તેની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને સહેજ પણ નુકસાન નહીં થાય અને તમારી ત્વચા પણ ગ્લોઈંગ થશે. તો ચાલો જાણીએ કે તમે ઘરે સનસ્ક્રીન કેવી રીતે બનાવી શકો છો.

સનસ્ક્રીન

હોમમેઇડ સનસ્ક્રીન ઘટકો

નાળિયેર તેલ – 1 ક્વાર્ટર કપ
રાસ્પબેરી તેલ – 1 ટેબલ સ્પૂન
કેરેટ સીડ તેલ – 1 ટેબલ સ્પૂન
ઝીંક ડાયોક્સાઇડ – 2 ટેબલ સ્પૂન
ઓલિવ તેલ – અડધો કપ
શિયા બટર – 2 ટેબલ સ્પૂન
મીણ – 1 ક્વાર્ટર કપ.

હોમમેઇડ સનસ્ક્રીન કેવી રીતે બનાવવી

આ બધી સામગ્રીને એક બાઉલમાં રાખો. ફક્ત તેમાં ઝિંક ઓક્સાઈડ અત્યારે નાખશો નહીં. હવે તેને ચમચીની મદદથી સારી રીતે મિલાવી લો. હવે ગેસ પર એક તવા મૂકો અને તે તવા પર બાઉલ રાખો. આમ કરવાથી બધી સામગ્રી થોડી વારમાં ઓગળવા લાગશે. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને નીચેથી બળી ન જાય. જ્યારે બધી સામગ્રી ઓગળી જાય અને મિક્સ થઈ જાય, ત્યારે તેને આગ પરથી ઉતારી લો. હવે તેમાં ઝિંક ઓક્સાઈડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને ઠંડુ થવા માટે થોડીવાર માટે રૂમ ટેંપરેચર પર રાખો. થોડી વાર પછી જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેને કાચના ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો. હવે જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે તેને તમારા ચહેરા અને હાથ પર કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર લગાવો. ઘરે બનાવેલા આ કુદરતી ઉત્પાદનો ત્વચા માટે સંપૂર્ણપણે સલામત છે.

સનસ્ક્રીન
BE

આ બાબતો ધ્યાનમાં રાખો

ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.
જો તમારી ત્વચા સેન્સિટીવ હોય, તો તેનો ઉપયોગ કરશો નહીં.
ઝિંક ઓક્સાઇડ ત્વચા પર એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે.
પ્રથમ વખત ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરો.
આ વોટરપ્રૂફ સનસ્ક્રીન નથી અને જો તમને પરસેવો આવે તો તેને દૂર કરી શકાય છે.

READ ALSO:

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV