GSTV
Food Funda Life Trending

રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આજે જ ઘરે બનાવો હરાભરા કબાબ, સ્વાદની સાથે પૌષ્ટીકતાનું પણ રહેશે ધ્યાન

જમવામાં શું બનાવું? ગૃહિણીઓને હંમેશા આ પ્રશ્ન રહેતો હોય છે. ગૃહિણીઓ પણ હંમેશા પોતાના પરિવારને સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવાની ઈચ્છા રાખતી હોય છે. તો આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વેજ હરાભરા કબાબની મજેદાર રેસિપી લઈને આવ્યા છીએ. તમે આ વાનગીમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીયે હરાભરા કબાબની રેસિપી

કબાબ

મુખ્ય સામગ્રી

  • 1 કપ બારીક સમારેલી પાલક
  • 3/4 કપ બારીક સમારેલી પાપડી
  • 1/2 કપ બારીક સમારેલા ગાજર
  • 1/2 ચમચી જીરું
  • લીલા મરચા – જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 કપ પલાળેલા ચણા
  • સ્વાદ મુજબ મીઠું

હરા ભરા કબાબ બનાવવાની રીત

  • હરાભરા કબાબ બનાવવા માટે સૌપ્રથમ પલાળેલી ચણાની દાળને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
  • પેસ્ટ બનાવતી વખતે પાણીનો ઉપયોગ ન કરો, નહીં તો પેસ્ટ પાતળી થઈ જશે.
  • ચણાની દાળ પછી તેમાં પાપડી અને ગાજરને હળવું પીસી લો, મિક્સર દળદાર રહે તે વાતનું ધ્યાન રાખો
  • એક કડાઈમાં ગ્રાઈન્ડ પેસ્ટ નાખીને શેકી લો અને સતત હલાવતા રહો.
  • આ પછી, આ પેસ્ટમાં પાલકને સારી રીતે મિક્સ કરો.
  • ચણાની દાળની પેસ્ટમાં તૈયાર વેજીટેબલ મિક્સર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
  • હવે તેમાં દર્શાવેલ તમામ મસાલા, જીરું, મીઠું, લીલું મરચું અને ગરમ મસાલો ઉમેરો
  • બધું બરાબર મિક્સ કર્યા પછી, મિશ્રણ સંપૂર્ણપણે તૈયાર છે. હવે તેને તમારી પસંદગી મુજબ આકાર આપો.

હરા ભરા કબાબ કેવી રીતે રાંધવા

  • એક પેનમાં તેલ મૂકી ગરમ કરો.
  • તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલા કબાબને ધીમે ધીમે ઉમેરો.
  • કબાબ રાંધતી વખતે આંચ ધીમી રાખો.
  • આછા સોનેરી થાય ત્યાં સુધી શેકો અને તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

READ ALSO

Related posts

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa
GSTV