GSTV
Home » News » રિલેશનશિપને મજબૂત બનાવવાનાં આ છે 5 પગથિયા, વણસેલા સંબંધોને ફરીથી બનાવશે જીવંત

રિલેશનશિપને મજબૂત બનાવવાનાં આ છે 5 પગથિયા, વણસેલા સંબંધોને ફરીથી બનાવશે જીવંત

દરેકના જીવનમાં સંબંધો એવા વૃક્ષની જેવાં હોય છે જેના છાંયડામાં દરેકનું બાળપણ, વ્યક્તિત્વ નિખરે છે. આમાના ઘણાં સંબધો એવાં હોય છે જે અજાણતાં જ આપણાં જીવવાનું કારણ બની જતાં હોય છે. જો કે આપણે જાણે-અજાણ્યે એમને પોતાના દૂર થઈ જવા વિવશ કરી દઈએ છીએ.

જો તમારા કોઈ પ્રિયજન તમારાથી દૂર થયા હોય અને તમે ફરી એને પોતાના જીવનમાં લાવવા માગતાં હોવ તો અમારી ટિપ્સને ફોલો કરો. પોતાનામાં થોડાં ફેરફાર કરીને તમે ફરી સંબંધોને સુધારી શકો છો.

સંબંધોને મજબૂત બનાવવાની 5 સરળ ટિપ્સ :

1. હંમેશા વાતચીતનો રસ્તો ખુલ્લો રાખો
જો નજીકના સગામાં મતભેદ કે મનભેદ થયા હોય તો ભૂલથી પણ વાતચીત કરવાનું બંધ ના કરી દેશો. કારણ કે એનાથી સમસ્યાનું સમાધાન નહીં આવે પણ ગેરસમજો વધશે.

2. પ્રેમથી જણાવો ભૂલ
સંબંધોમાં ભૂલ ગમે તેની હોય નુકસાન તો બંનેને જાય છે. જો એ સંબંધ તમારા માટે વિશેષ હોય તો કેટલીકવાર ભૂલ ના હોય તો પણ ભૂલ માનીને પાર્ટનરને મનાવી લો અને પછીથી એને પ્રેમથી એની ભૂલ સમજાવો.

3. પોતે પણ સુધરી જાઓ
કેટલીક વાર અજાણતાં જ આપણે કરેલા વ્યવહારથી આપણાં સ્વજન કે સૌથી અંગત વ્યક્તિને દુ:ખ પહોંચે છે. આ દુ:ખમાંથી બહાર આવવાનું એમના માટે સહેલું નથી હોતું. આવામાં જો આપણે આપણી ભૂલ ઓળખીને એને સુધારી લઇને અને સ્વજનોની ખુલ્લા મને માફી માગી લઇએ તો સંબંધો તુટતાં નથી. 

4. બીજાના મહત્વને સમજો 
આપણે હંમેશા સંબંધોને પોતાની રીતે ચલાવવાના પ્રયત્નો કરીએ છીએ જે જરાય યોગ્ય નથી. આપણે દરેક સંબંધમાં સામેના પાત્રને પણ સમાન મહત્વ આપવું જોઈએ અને એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ.

5. સીમા નક્કી કરો
જીવનમાં દરેક સંબંધની એક ખાસ જગ્યા અને મહત્વ હોય છે. આપણે એ મુજબ જ એની સીમા નક્કી કરવાની હોય છે જેથી સંબંધોને વધારે સુંદર બનાવી શકાય. સંબંધીઓમાં જો તમને એવું લાગે કે કોઈપણ પાર્ટનર પોતાની સીમા ક્રોસ કરી રહ્યો છે તો સમય રહેતાં જ એને પ્રેમથી, તર્ક આપીને એની ભૂલનો અહેસાસ કરાવો.

Read Also

Related posts

દેશની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે લીધો આ ચોકાવનારો નિર્ણય

Nilesh Jethva

બિહાર બાદ હરિયાણામાં દારૂબંઘીના અણસાર, મુખ્યમંત્રીએ આપ્યા સંકેત

Kaushik Bavishi

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મંદીના કારણે જીડીપીમાં ઘટાડો થયો હોવાનો કર્યો એકરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!