GSTV
Life Relationship Trending

સંબંધોને મજબૂત બનાવવા જરૂરી છે આ એક કામ કરવુ

કોઈપણ સંબંધને સારી રીતે જીવવા માટે એક બીજાને સ્પેસ આપવી જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એક ભુલ કરી બેસે છે જેના કારણે સંબંધો મજબૂત રહેતા નથી. પ્રેમ હોવા છતાં પાર્ટનરને સ્પેસ અને પ્રાઈવસી આપવી જોઈએ. વ્યક્તિની પર્સનલ સ્પેસને ખોટી રીતે ન લેવી, એટલે કે પાર્ટનરને સ્પેસ આપવાનો અર્થ એ નથી કે તે તમારાથી કંટાળી જાય છે.

સંબંધોમાં બે લોકો પોતાની દરેક વાત શેર કરે છે પરંતુ તેમ છતાં એકબીજાની પર્સનલ સ્પેસનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ચાલો જાણી લો આજે કે પોતાના પાર્ટનરને સ્પેસ આપવાની આદત કેવી રીતે પાડવી.

હંમેશા સકારાત્મક રહો

થોડા સમય માટે એકલા બેસી અને પોતાનું કામ કરવું પોતાના અને પાર્ટનર માટે સારું રહે છે. પોતાના અંગત જીવન અને કપલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવું. આમ કરશો તો તમે તમારા જીવનની દરેક ક્ષણનો આનંદ માણી શકશો. 

સ્પેસ આપવી એટલે ખામી નથી

કેટલાક લોકો માને છે કે પાર્ટનર સ્પેસ માગે છે એટલે તે સંબંધથી ખુશ નથી અથવા તો તે સંબંધને તોડવા માંગે છે. પરંતુ આ વાત સત્ય નથી. પર્સનલ સ્પેસ આપી અસુરક્ષાની લાગણી પોતાની અંદર જન્મવા ન દેવી. પાર્ટનર સ્પેસ માગે તે તમારી ખામી નથી.

લાગણી વ્યક્ત કરો

પાર્ટનર સ્પેસ માગે અને તમને ચિંતા થતી હોય તો તે વિચાર તેની સાથે વ્યક્ત કરો. બંને સાથે બેસી અને સમસ્યાનું સમાધાન કાઢો. પરંતુ ધ્યાન રાખવું એ વાતનું કે સામેની વ્યક્તિને એમ ન લાગે કે તમે તેનાથી પીછો છોડાવવા માગો છો. લાગણી શાંતિથી વ્યક્ત કરવી.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV