GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સ્વાદિષ્ટ હોવાથી સાથે સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ આ ‘સ્પેશિયલ લસ્સી’, એક ક્લિકે જાણો રેસિપી

 આપણે સૌ જાણીએ છીએ જ કે દાડમ સ્વાસ્થ્ય માટે સારું છે. દાડમ ખાવાથી શરીરમાં રક્ત વધે છે અને સાથે જ પાચનક્રિયા પણ સુધરે છે. આટલું જ નહીં દાડમ એવું ફળ છે જે અન્ય બીમારીઓથી પણ શરીરની રક્ષા કરે છે. આ ફળ લગભગ બારેમાસ મળે છે અને તેનો સ્વાદ તમે લીધો પણ હશે. પરંતુ હાલ જ્યારે ઉનાળાના ગરમ ગરમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ચાલો તમને પણ દાડમ ખાવાની અલગ જ રીત જણાવીએ. 

ઉનાળામાં ઠંડી ઠંડી લસ્સીનો સ્વાદ તો તમે માણ્યો જ હશે ? પણ આ લસ્સીને સ્વાથ્યવર્ધક બનાવવી હોય તો તેના માટે તેમાં દાડમ ઉમેરી અને દાડમ લસ્સી ટ્રાય કરી શકાય છે. લસ્સીનો આ નવો ટેસ્ટ તમને ભાવશે અને શરીરને લાભ પણ થશે. 

લસ્સી બનાવવાની રીત

સૌથી પહેલા દાડમના દાણાને કાઢી તેને મિક્સરમાં પીસી લેવા. ત્યારબાદ તેને ગાળી લેવું અને તેમાં જરૂર અનુસાર દહીં, ખાંડ અને બરફ ઉમેરી ફરી એકવાર મિક્સરમાં પીસી લેવું. તૈયાર છે તમારી દાડમ લસ્સી તેને ગ્લાસમાં કાઢી અને ઠંડી ઠંડી સર્વ કરી ઉનાળાની ગરમીને કહી દો અલવિદા.

Read Also

Related posts

આ 10 વિકલ્પોની મદદથી બચાવો ટેક્સ, વધી જશે તમારી ટેકહોમ સેલરી

Bansari

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતા 17 ડેમમાં 4 ફુટ સુધીની આવક, આવ્યા નવા નીર

pratik shah

અમદાવાદ: કર્ફ્યુ ભંગ બદલ કારને પોલીસે ફરજ દરમ્યાન રોકી, વાડજના PIની રાજકીય દબાણ હેઠળ થઇ બદલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!