GSTV
Home » News » કુલ કુલ રેસિપી : મલબેરી સોસ આઈસ્ક્રીમ, જોતાં જ મોઢામાં પાણી આવી જશે

કુલ કુલ રેસિપી : મલબેરી સોસ આઈસ્ક્રીમ, જોતાં જ મોઢામાં પાણી આવી જશે

ઉનાળાની આવી ધોમધખતી ગરમીમાં કંઇક ઠંડુ-ઠંડુ ખાવાની તો ઇચ્છા થાય છે. ઠંડાની વાત આવે તો તેમાં આઇસક્રીમનું નામ પહેલા આવે. જો તમે આઇસ્ક્રીમના એ જ જૂના ફ્લેવર્સ બનાવીને અને ખાઇને થાકી ગયાં હોય તો અમે તમારા માટે એક જબરદસ્ત રેસેપી લઇને આવ્યાં છીએ. એમાં પણ જો બાળકોની પસંદની વાત આવે તો બાળકોને આપવા માટે આઇસક્રીમથી સારો ઓપ્શન બીજો કયો હોઇ શકે. તો ચાલો બાળકોની સાથે મોટાઓને પણ પસંદ આવે એવો મલબેરી સોસ આઇસ્ક્રીમ.

સામગ્રી: ૧ મિલ્કમેડ, ૨ ચમચી ખાંડ, ૨ કપ દૂધ, ૨ કપ તાજું ક્રીમ, ૧ કપ શેતૂરનો સોસ, ૨ ચમચી મેંદો અથવા કોર્નફ્લોર, ૧/૨ કપ પાણી, ૧ ૧/૨ ચમચી જિલેટીન, ૧/૨ કપ સમારેલાં શેતૂર, ૧/૨ કપ ખાંડ,

રીત: ૧/૪ કપ પાણીમાં મેંદો કે કોર્નફ્લોર  ધોળીને તેની પેસ્ટ બનાવો. એક ચમચી ખાંડને ક્રીમમાં નાખી, ફીણીને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી દો.

શેતૂરનો સોસ બનાવવા માટે – ૨ કપ સમારેલાં શેતૂરને  મિક્સીમાં ક્રશ કરી તેનો રસ કાઢો. તેમાં ૧/૨ કપ ખાંડ નૉખી ઉકાળીને ઘટ્ટ સોસ તૈયાર કરો. હવે એક જાડા તળિયાવાળી તપેલીમાં મિલ્કમેડ કાઢી ગરમ કરો. તેમાં દૂધ અને એક ચમચી ખાંડ નાખો. ઊભરો આવ્યા પછી ૫-૬ મિનિટ રહેવા દો.

તેમાં ધીમે ધીમે મેંદાની પેસ્ટ નાખતાં જઈ ઊકળતાં દૂધને સતત હલાવતાં રહો. થોડી વારમાં દૂધ ઘટ્ટ થવા લાગે એટલે તેને નીચે ઉતારી લઈ ઠંડુ થવા દો. આ ઠંડા ઘટ્ટ દૂધમાં ૩/૪ કપ શેતૂરનો સોસ ભેળવી જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો. મિશ્રણ થોડું જામ્યુ હોય ત્યારે તેને બહાર કાઢી મિક્સીમાં એક વાર ક્રશ કરી તપેલીમાં કાઢી લો. ૧/૪ કપ પાણીમાં જિલેટીન ઓગાળી તેમાં ભેળવો અને ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરો. ફીણો નહીં, હવે તેને ફરી સમારેલાં શેતૂર નાખી ટ્રે અથવા બાઉલમાં ભરી, ટિન ફોઈલથી ઢાંકી જામવા માટે ફ્રીઝરમાં મૂકો.

આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય એટલે પીરસતી વખતે ઉપર વધેલાં શેતૂરથી સજાવટ કરો.

Read Also

Related posts

ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં આરબીઆઈએ જાહેર મોટી રાહત, બેન્કોએ ચૂકવવી પડશે પેનલ્ટી

Riyaz Parmar

પાટીદાર અનામત આંદોલન : અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો પુંજ કમિશન સામે થયા હાજર

Nilesh Jethva

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાધનપુરની પેટાચૂંટણી મામલે કર્યો મોટો ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!