GSTV

કામદારો માટે કામની વાત/ 50 રૂપિયામાં મળશે લાખોના ફાયદા, આજે જ આ રીતે બનાવડાવો લેબર કાર્ડ

કામદારો

Last Updated on October 13, 2021 by Bansari

Labour Card In Bihar: બિહાર સરકાર દાડિયા મજૂરો અને દૈનિક કામદારોના મુશ્કેલ સમય માટે જરૂરી વ્યવસ્થા કરી રહી છે. તાજેતરમાં જ, કોરોના મહામારીને કારણે, ઘણા મજૂરો દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પલાયન કરી ગયા હતા. આવી સ્થિતિમાં તેમને ખાવાના પણ ફાંફા પડી ગયા હતાં. ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે, બિહાર સરકારની યોજના હેઠળ, લેબર કાર્ડ (Labour Card) ચોક્કસપણે તમારું જીવન બદલી શકે છે.

કામદારો

આ રીતે લેબર કાર્ડ બનશે

  1. http://bocw.bihar.gov.in/ વેબસાઇટ પર લોગીન કરો.
  2. વેબસાઇટની જમણી બાજુની લાલ પટ્ટી પર તમને ‘નવા રજીસ્ટ્રેશન માટે રિકવેસ્ટ’ દેખાશે. તેના પર ક્લિક કરો.
  3. અહીં ક્લિક કરવા પર, એક PDF ફાઈલ અપલોડ થશે. આ PDF ફાઈલમાં તમે યોજનાને લગતી તમામ માહિતી મેળવી શકો છો.
  4. બધી માહિતી મેળવ્યા પછી, તમારે તમારા બ્લોકમાં જઇને અને ત્યાં શ્રમ સંસાધન વિભાગના અધિકારીને મળો. તેમની પાસે લેબર કાર્ડ બનાવવા માટે ફોર્મ માગો.
  5. જો તમે ઇચ્છો તો, તમે તમારી પંચાયતના વડા પાસેથી પણ આ ફોર્મ માંગી શકો છો.
  6. ફોર્મ યોગ્ય રીતે ભર્યા પછી, તેની સાથે તમામ ડોક્યુમેન્ટ્સ જોડો અને તમારા બ્લોકના શ્રમ સંસાધન વિભાગને સબમિટ કરો. જરૂરી દસ્તાવેજોમાં ફોર્મ સાથે આધાર કાર્ડ, બેંક પાસબુકની ફોટોકોપી અથવા નામ સાથે કેન્સલ ચેક હોવો ફરજિયાત છે.
કામદારો

આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો જરૂર બનાવડાવે લેબર કાર્ડ

શ્રમ કાર્ડ બનાવવા માટે લેબર કેટેગરીમાં ઘણા પ્રકારના લેબરનો સમાવેશ થાય છે. આમાં બિલ્ડિંગ અથવા રોડ બાંધકામ કરતા કામદારો, ચણતર, ચણતરના હેલ્પર, સુથાર, લુહાર, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, ફ્લોર/ફ્લોર ટાઇલ વાળા મિસ્ત્રી, તેમના હેલ્પર, કોંક્રિટ મિક્સર મશીન ઓપરેટરો, કોઈપણ મહિલા કામદાર, રોલર ડ્રાઈવર, બાંધકામ કામના ગાર્ડ/ચોકીદાર, પ્લમ્બર અને તેની સાથે અકુશળ અસ્થાયી કામદારો, મનરેગા કાર્યક્રમ અંતર્ગત આવતા મજૂરો અને કામદારોનો સમાવેશ થાય છે. તેઓએ ચોક્કસપણે તેમનું લેબર કાર્ડ બનાવવું જોઈએ.

લેબર કાર્ડ બનાવવા માટે વય મર્યાદા 18 થી 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. વચ્ચેની કોઈપણ ઉંમરના કામદારો લેબર કાર્ડ બનાવી શકે છે. લેબર કાર્ડ બનાવવાનો ખર્ચ પાંચ વર્ષ માટે 50 રૂપિયા આવે છે. લેબર કાર્ડ પાંચ વર્ષ પછી રિન્યુ કરાવવાનું રહેશે. જો યોગદાન સમયસર જમા કરવામાં નહીં આવે તો સભ્યપદ સમાપ્ત થઈ જશે અને કામદારને બોર્ડ તરફથી કોઈ પણ પ્રકારનો લાભ મળશે નહીં.

Read Also

Related posts

ભારે કરી ! તહેવારોની સીઝનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, આ દિવસોમા બંધ રહેશે રેલ્વેની ટિકિટ બુકિંગ સહિતની આ સુવિધાઓ

Zainul Ansari

Foreign Exchange Reserves : દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં થયો વધારો, 641 અરબ ડોલરે પહોચ્યો આંકડો

Vishvesh Dave

તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને બેવડો ફાયદો, આ લોકોને મળશે સ્પેશિયલ ઇન્ક્રીમેન્ટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!