GSTV

મહિલાઓ માટે કામની વાત/ શિયાળામાં મળતી મેથીને સુકવીને આખુ વર્ષ ચાલે તેટલી કસૂરી મેથી બનાવાની રીત, ટેસ્ટ આવશે જોરદાર

Last Updated on November 24, 2021 by Pravin Makwana

મેથીના પરાઠા, ભાજી ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે, તબિયત માટે પણ મેથી ખૂબ જ ફાયદાકારક છે. તો વળી જો આપ તેને સુકાવી દેશો, તો તેને કસૂરી મેથી તરીકે આખા વર્ષ માટે સ્ટોર કરી શકશો. કસૂરી મેથી સ્વાદને ડબલ કરી દેશે. તે કોઈ પણ ગ્રેવીવાળી સબ્જીને શાનદાર બનાવી દેશે.

જો આપ આખા વર્ષ માટે મેથીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હોવ તો, ઠંડી આવતા તાજી મેથીમાંથી કસૂરી મેથી તૈયાર કરી શકશો. તો આવો જાણીએ આખા વર્ષ માટે કસૂરી મેથી કેવી રીતે તૈયાર કરી શકીએ.

આખું વર્ષ વપરાય તેટલી કસૂરી મેથી બનાવાની રીત

1 માઈક્રોવેવમાં આવી રીતે બનાવો

  • કસૂરી મેથી બનાવા માટે સૌથી પહેલા લીલી મેથીની સારી સારી પત્તિઓને અલગ કરી નાખો.
  • હવે આ પત્તિઓને સારી રીતે બે ત્રણ વખત ધોઈ નાખો.
  • હવે તેને કોઈ કપડામાં રાખીને તડકામાં સુકાવા માટે રાખી મુકો.
  • પાણી જ્યારે સુકાઈ જાય ત્યારે તેને માઈક્રોવેવની ટ્રે પર રાખો અને ફેલાવી દો
  • હવે માઈક્રોવેવને હાઈ હીટ પર લગભગ 3 મીનિટ સુધી પ્રીહીટ કરો
  • એક વાર મેથીને ફેરવજો ફરી 3 મીનિટ માટે રાખી મુકો
  • થોડી વાર રહેવા દઈને ફરી વાર મેથી ફેરવો અને 2 મીનિટ સુધી હાઈ હીટ પર માઈક્રોવેવ પર રાખો.
  • હવે માઈક્રોવેવમાંથી મેથીને કાઢી લો અને તેને થોડી ઠંડી થવા દો.
  • ઠંડી થઈ જાય તો, તેને હાથથી ક્રશ કરી નાખો, અને ભુક્કો કરી નાખો. બાદમાં તેને કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી લો.
  • આપ આખું વર્ષ આ કસૂરી મેથીનો ઉપયોગ કરી શકશો

2 માઈક્રોવેવ વગર કેવી રીતે બનાવશો કસૂરી મેથી

  • મેથીને પત્તિઓને ધોઈને સુકવી દો
  • આપ તેને પેપરમાં પાથરીને સુકવી શકશો
  • જ્યારે સુકાઈ જાય ત્યારે તેને ફેરવી નાખો
  • સારી રીતે સુકાય જાય ત્યારે તેને પંખા નીચે મુકી સુકવો
  • જ્યારે મેથી સુકાઈ જાય તો, તેને ક્રશ કરી નાખો.
  • હવે તેને ડબ્બામાં સ્ટોર કરી નાખો.
  • આખું વર્ષ આ મેથીને વાપરી શકશો.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!