GSTV
Home » News » ઘરે જાતે જ બનાવો કેમિકલ ફ્રી હેર કંડીશનર, વાળ બનશે મજબૂત

ઘરે જાતે જ બનાવો કેમિકલ ફ્રી હેર કંડીશનર, વાળ બનશે મજબૂત

વાળની ચમક જાળવી રાખવા માટે માથુ ધોયા પછી કંડીશનર કરવાને આવશ્યક માનવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો બજારમાં મળતા કંડીશનરનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તમે પણ બીજા જેવું જ કરો એ જરૂરી નથી.

ઘરે બનાવેલું કેમિકલ ફ્રી કંડીશનર વાળને ચમકદાર અને સુંદર બનાવે છે. તો ચાલો આજે ઘરે હોમમેડ કંડીશનર બનાવવાની રીત જાણીએ…

મધ અને ઓલિવ ઓઈલ

એક બાઉલમાં બે ટેબલસ્પૂન મધ અને ચાર ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મિક્સ કરો. આ મિશ્રણ એકદમ સ્મૂધ ના થાય ત્યાં સુધી એને હલાવો. હવે એને વાળમાં વ્યવસ્થિત રીતે લગાવો અને શૉવર કેપ પહેરી લો, જેથી મિશ્રણ પડી ના જાય. આશરે અડધો કલાક રાખ્યાં પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આ કંડીશનર અઠવાડિયે એકવાર લગાવી શકાય છે.

બેકિંગ સોડા

તમને નવાઈ લાગશે પણ બેકિંગ સોડા પણ હેર કંડીશનર તરીકે કામમાં આવે છે.  આ કંડીશનર બનાવવા માટે પ્લાસ્ટિકના બાઉલમાં એક ચર્તુથાંશ કપ બેકિંગ સોડા અને અડધો કપ હેર કંડીશનર મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને પ્લાસ્ટિક બેગથી કવર કરો. એની પર હૉટ ટૉવેલ લપેટીને આશરે એક કલાક રહેવા દો. એ પછી ઠંડા પાણીથી માથુ ધોઇ લો. આ પ્રયોગ મહિને એકવાર કરી શકાય. બેકિંગ સોડા વાળની ગંદકીને બરાબર સાફ કરે છે.

કેળા કરશે કમાલ

પાકા કેળાને સારી રીતે મેશ કરો. તેમાં બે ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ અને એક ટેબલસ્પૂન મધ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવીને શાવર કેપ પહેરી લો. અડધો કલાક પછી ઠંડા પાણીથી ધોઈને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી સાફ કરો.

Read Also

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!