GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

બજાર જેવાં જ ક્રિસ્પી અને ટેસ્ટી મઠિયા નથી બનતા? આ રીતે બનાવશો તો બધા ખાતા જ રહી જશે

દિવાળીનો પર્વ હર્ષો ઉલ્લાસની સાથે સાથે મજેદાર વાનગીઓનો તહેવાર પણ છે. મીઠાઇઓ અને ફરસાણ વગર ગુજરાતીઓની દિવાળી અધુરી ગણાય અને એમાં પણ જો મઠિયા ન હોય તો? મઠિયા એક એવું ફરસાણ છે જે નાના બાળકોથી લઇને મોટેરાઓ સૌકોઇને ભાવે છે. પરંતુ બજારમાં મળતાં મઠિયાનાં બદલે જો ઘરે બનાવેલા મઠિયા મળી જાય તો સોને પે સુહાગા થઇ જાય. તો ચાલો ફટાફટ નોંધી લો બજારમાં મળે એવા જ ક્રિસ્પી અને ટેસ્ટી મઠિયાની રેસિપી.

મઠિયાની સામગ્રી:

એક કિલો મઠનો લોટ, પા કિલો અડદનો લોટ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૫૦ ગ્રામ મરચાં લીલાં, મીઠું પ્રમાણસર, બે ટેબલસ્પૂન તલ, ૧ ટી સ્પૂન અજમો (નાખવો હોય તો) તળવા માટે તેલ.

રીત:

અડધો લીટર પાણીમાં મરચાંના ટુકડા તથા મીઠું નાખી પાણી ઉકાળવું. પછી નીચે ઉતારી તેમાં ખાંડ નાખી હલાવવું. હવે આ પાણી ગાળી તેનાથી લોટ બાંધવો. મઠનો તથા અડદનો લોટ ભેગા કરી તેમાં મીઠું, તલ, અજમો નાખી પાણીથી કઠણ લોટ બાંધીને પછી કરતી વખતે લોટને ફુલાવીને નરમ કરી ઘી-લોટમાં રગદોળી પાતળી મોટી પૂરી વણવી. આવી રીતે બધાં મઠિયાં વણીને તૈયાર કરવા. પછી ગરમ તેલમાં તળી લેવા. એરટાઇટ ડબ્બામાં ભરી લેવા.

Read Also

Related posts

વડોદરામાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, હજુ આટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Bansari

EDની સૌથી મોટી કાર્યવાહી, આ ફર્મને ફટકારી અધધ 7,220 કરોડની ફેમા નોટિસ

Bansari

આ રાજ્યએ કરી દેખાડી કમાલ! 100% ઘરોમાં LPG કનેક્શન ધરાવતું આ છે દેશનું પ્રથમ રાજ્ય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!