GSTV
Home » News » કેરીનું અથાણું તો બહુ ખાધુ હશે, હવે ટ્રાય કરો કોથમીરનું ચટાકેદાર અથાણું

કેરીનું અથાણું તો બહુ ખાધુ હશે, હવે ટ્રાય કરો કોથમીરનું ચટાકેદાર અથાણું

coriander pickle

કેરીની સીઝનની સાથે સાથે અથાણાની સીઝન પણ આવી ગઇ છે. દરવર્ષે કેરીનું અથાણુ તો તમે બનાવતા જ હશો પરંતુ આ વખતે ટ્રાય કરી જુઓ ઝટપટ બની જાય તેવું અને ચટાકેદાર કોથમીરનું અથાણુ.

સામગ્રી :

એક મોટો ઝૂડો તાજી કોથમીર ચાર કે પાંચ લીલા મરચાં, ચાર પાંચ  ખારેક, અઢીથી  ત્રણ ઈંચ લાંબા આદુના ટુકડા, ગોળનો એક મધ્યમ કદનો ટુકડો, બે લીંબુ, પા ચમચી  મેથી, મીઠું, વઘારની વસ્તુઓ.

રીત :

આદુ ધોઈને બારીક સમારવું. ખારેક ધોઈ એના ઊભા સાધારણ  જાડા ટુકડા કરવા. કોથમીર વીણી, ધોઈ, સૂકવવા મૂકવી. કોરી થયા પછી બારીક સમારવી. થોડું વધારે તેલ મૂકી વઘાર કરવો. તેમાં મેથી લાલ થાય ત્યાં સુધી સાંતળવી. 

પછી તેમાં કોથમીર નાખી થોડીવાર સાંતળવું.  જરા નરમ પડે કે પછી એમાં સમારેલું આદુ, ખારેકના ટુકડા અને ગોળ નાખી. ફરી પાછુ સાંતળવું. પછી નીચે ઉતારી ઠંડુ પડયા બાદ એમાં લીંબુનો રસ નાખવો. મીઠું નાખવું અને  સારી રીતે હલાવી બરણીમાં ભરી દેવું.

Read Also

Related posts

શાહિદ કપૂરે સાઉથની એક હિન્દી રિમેકમાં કામ કરવા એટલા પૈસા માગ્યા કે તેટલામાં નવાઝુદ્દીનની ચાર ફિલ્મો બની જાય

Arohi

ટ્વિટર હવે માર્ગદર્શિકા દ્વારા શીખવશે નેતાઓને ટ્વિટ કેવી રીતે કરવી

Dharika Jansari

સુહાગરાતે પતિએ કર્યું કંઈક એવું કે પત્નીથી ચીસ પડાઈ ગઈ…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!