GSTV

ભજીયા, કોફ્તા કે વડા સોફ્ટ નથી બનતાં? તળતા પહેલા કરી લો આ નાનકડુ કામ, પછી જુઓ કમાલ

ભજીયા

ભોજન બનાવતી વખતે મહિલાઓએ ઘણી વાતોનું ધ્યાન રાખવુ પડે છે. ઘણીવાર ભોજન બનાવતી વખતે એવી ભૂલો થઇ જાય છે જેના કારણે બધી મહેનત પર પાણી ફરી જાય છે. મોટાભાગની મહિલાઓ આ વાતથી પરેશાન હોય છે કે કોફ્તા, ભજીયા કે દહીવડા બનાવતી વખતે ભજીયા સોફ્ટ નથી બનતા.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે વડા કે ભજીયા બનાવવાની એક ટેક્નિક છે. જો તમે આ ટેક્નીકને સમજી લો. તો તેને બનાવવામાં તમે ક્યારેય કોઇ ભૂલ નહી કરો અને તમારા ભજીયા કે વડા હંમેશા પરફેક્ટ બનશે. તેવામાં આજે અમે તમને આ ટેક્નિક જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણી લો આ ટેક્નિક વિશે…

આ વાતોનું રાખો ધ્યાન

  • તેને બનાવવા માટે તમે સૌ પ્રથમ દાળને 5થી 6 કલાક માટે પાણીમાં પલાળી લો. સાથે જ ઘણી મહિલાઓ દાળ પલાળતી વખતે મીઠુ ઉમેરી દે છે. આવુ ભૂલથી પણ ના કરો. આવુ કરવાથી વડા બિલકુલ ફૂલતા નથી.
  • દાળને પીસ્યા બાદ ચમચીની મદદથી 5 મિનિટ સુધી સારી રીતે ફેંટી લો. ફેંટ્યા બાદ વડા સ્પંજી બને છે.
  • દાળ ફેંટ્યા બાદ તેમાં મીઠુ ઉમેરો.
  • દાળના બેટરમાં ઇનો કે સોડા મિક્સ ના કરો.
  • પહેલા વધુ આંચે કઢાઇમાં તેલ ગરમ કરો તે બાદ વડા નાંખો. તે બાદ આંચ ધીમી કરી દો.
  • તેજ આંચે વડા કે ભજિયા તળશો તો તો સોફ્ટ નહી બને.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!