GSTV
Home » News » બનાવો હેલ્ધી પાલક-બટાટાના પરોઠા, આવી છે બનાવવાની રીત

બનાવો હેલ્ધી પાલક-બટાટાના પરોઠા, આવી છે બનાવવાની રીત

જેને ડાયાબિટીસ હોય તેના માટે બટાકા તેનો ખાસ દુશ્મન બની જતા હોય છે. કારણ કે વધુ ગ્લુકોઝ બટાકામાં હોય છે. માટે હેલ્ઘી પરોઠા ખાવા માટે બટાકા સાથે કરો પાલકને મિક્સ અને બનાવો ટેસ્ટી પાલક પરોઠા.
વ્યક્તિ– 2-4
સમય– 15થી 30 મિનિટ
જરૂરી સામગ્રી
1\2 કપ લોટ
1\2 કપ મેંદો
1\2 ટી-સ્પૂન અજમો
મીઠું સ્વાદ મુજબ
1\2 કપ પાલકની પ્યુરી
1 ટી-સ્પૂન ઘી
1 ટી-સ્પૂન તેલ
પરોઠા શેકવા માટે તેલ
સ્ટફ માટે સામગ્રી
3 બાફેલા બટાકા
2 લીલા મરચાં ઝીણા સમારેલા
1 ટી-સ્પૂન લાલ મરચું પાઉડર
1\2 ટી-સ્પૂન આમચૂર
1 ટી-સ્પૂન ચાટ મસાલો


રીત
-એક કથરોટમાં લોટ, મેંદો, અજમો, મીઠું, પાલકની પ્યૂરી, ઘી નાખી મિકસ કરી લો.
-થોડું થોડું પાણી નાખો અને નરમ લોટ તૈયાર કરો

  • લોટ પર 10 મિનિટ તેલ લગાવી રાખી લો.
    -હવે મોટા વાસણમાં બટાકા મેશ કરો અને તેમાં લીલા મરચાં, સ્વાદનુસાર મીઠું, લાલ મરચું પાઉડર, આમચૂર, ચાટ મસાલો નાખી મિક્સ કરી લો.
    -હવે લોટને સારી રીતે ગુંદી લો.
    -લોટના 10-12 લૂવા કરો.
    -એક લુવો લઈ તેને હાથની આંગળી વડે થપથપાવી તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફ ભરો, અને લોટને ચારેબાજુથી પેક કરી, વણી લો.
    -ધીમા તાપે શેકો. થોડું તેલ અથવા ઘી લગાવી લો.
    -થોડી વાર તેને એક બાજુ શેક્યા પછી બીજી બાજુ ફેરવી શેકો.
    -તૈયાર પરોઠા પર માખણ લગાવો અને દહીં અથવા અથાણા સાથે પીરસો.

Read Also

Related posts

ફાયદાઓ કરતા વધુ નુકશાન કરે છે સપ્લિમેન્ટ, શોધમાં થયો ખુલાસો

Kaushik Bavishi

વેસ્ટર્ન ટેસ્ટ સાથે બનાવો હેલ્ધી અને ચટપટી બીન્સ સેન્ડવિચ

Dharika Jansari

દાળ અને ચોખાના ઉપયોગ વગર બનાવો ચટપટી દૂધીની ખીચડી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!