GSTV
Home » News » ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા

ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દરેક વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. આધાર કાર્ડનું મહત્વ હવે પહેલાં કરતાં વધી ગયું છે. તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે. આધાર કાર્ડ બનાવવા માટે ઓળખ પત્ર અને એડ્રેસ પ્રૂફ જેવા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. પરંતુ હવે કોઇપણ ડોક્યુમેન્ટ વિના પણ આધાર કાર્ડ બની શકે છે. તમે આધાર કેન્દ્ર પર હાજર ઇન્ટ્રોડ્યુસરની મદદ લઇ શકો છો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે ડોક્યુમેન્ટ વિના પણ આધાર કાર્ડ બની શકે છે.

ઇન્ટ્રોડ્યુસરની મદદ લો

UIDAIએ ડોક્યુમેન્ટ વિના આધાર બનાવવાની સુવિધા આપી છે. ઇન્ટ્રોડ્યુસર તે વ્યક્તિ છે જેને રજીસ્ટ્રાર દ્વારા ત્યાંના આવા નિવાસીઓનું વેરિફિકેશન કરવા માટે અધિકૃત કરવામાં આવે છે, જેની પાસે PoI કે PoA નથી. ઇન્ટ્રોડ્યુસર પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે અને કોઇ અરજદારર સાથે તેનું રજીસ્ટ્રેશન સેન્ટર પર હાજર રહેવું ફરજિયાત છે.

3 મહિનાની વેલીડીટી

ઇન્ટ્રોડ્યુસર માટે અરજદારની ઓળખ અને એડ્રેસ કન્ફર્મ કરવુ જરૂરી છે. તેણે આ માટે એનરોલમેન્ટ ફોર્મ પર હસ્તાક્ષર કરવાના હોય છે. UIDAI તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, ઇન્ટ્રોડ્યુસર માટે અરજદારના નામે સર્ટિફિકેટ જારી કરવાનું હોય છે. તેની વેલીડીટી 3 મહિનાની હોય છે.

HoF દ્વારા બની શકે છે આધાર

જો તમારી પાસે ઓળખ પત્ર કે એડ્રેસ પ્રૂફ ન હોય તો પણ તમે આધાર માટે અપ્લાય કરી શકો છો. તેના માટે તેનું નામ પરિવારના કોઇ ડોક્યુમેન્ટ જેવા કે રાશન કાર્ડમાં હોવું જોઇએ. આ મામલામાં તે જરૂરી છે કે પહેલાં પરિવારનો મુખિયા PoI અને PoA ડોક્યુમેન્ટ દ્વારા આધાર બન્યુ હોય. તે બાદ પરિવારનો મુખિયા પરિવારના અન્ય સભ્યોનો ઇન્ટ્રોડ્યુસર બની શકે છે.

Read Also

Related posts

મહાસત્તાની મિત્ર મોદી સાથે મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!