GSTV

હવે WhatsApp Web થી પણ કરી શકાશે વીડિયો કોલ, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ

WhatsApp એટલા માટે પ્રખ્યાત છે કારણ કે, ન માત્ર મેસેજ મોકલવા માટે કામ આવે છે, પરંતુ તમે તેના થકી વોઈસ અને વીડિયો કોલિંગ પણ કરી શકો છો. વીડિયો કોલિંગનું ફીચર ખૂબ જ ખાસ છે. કારણ કે, તે માટે અલગથી પૈસા આપવા પડતા નથી. માત્ર તમારા ફોનમાં ઈન્ટરનેટ હોવુ જોઈએ. WhatsApp ના મોબાઈલ સિવાય કોમ્પ્યૂટર પર પણ વપરાશ કરવામાં આવે છે, પરંતુ આ વાત ઓછા લોકો જાણે છે કે, WhatsApp વેબથી પણ વીડિયો કોલિંગ કરવામાં આવી શકે છે.

  • તમને સૌ-પ્રથમ WhatsApp વેબ ઓપન કરી પોતાનું એકાઉન્ટ સાઈન-ઈન કરવાનું રહેશે. અહીંયા તમને ત્રણ વર્ટિકલ ડોટ નજર આવશે. તેના પર ક્લિક કરી તમને એક રૂમ ક્રિએટ કરવો પડશે.
  • ત્યારબાદ તમારે એક પોપ-અપ નજર આવશે. આ પર ક્લિક કરી તમે મેસેન્જરમાં જઈ શકો છો. તે માટે તમારે ફેસબુક એકાઉન્ટની જરૂરિયાત રહેશે નહી.
  • હવે તમારે એક રૂમ ક્રિએટ કરવો પડશે અને ત્યારબાદ તમે વીડિયો કોલ કરી શકશો. કેટલાક લોકોની સાથે રૂમ ક્રિએટ કરવા માટે તમારે ચેટ વિંડો પર જઈને અટેચમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે ફરીથી રૂમ પર ક્લિક કરવાનું રહેશે.

મોબાઈલથી વીડિયો કોલનો ઓપ્શન

  • WhatsApp ઓપન કરો. તે કોન્ટેક્ટ પર જાઓ જેની સાથે તમે વાત કરવા માગો છો. ત્યારબાદ તમારે તેના કોન્ટેક્ટની ચેટ ઓપન કરવી પડશે અને કોલિંગની બાજુમાં બનેલા વીડિયો કેમેરાના આયકન પર ક્લિક કરવું પડશે.
  • ખાસ વાત એ છે કે, એક કોન્ટેક્ટની સાથે ચાલી રહેલી કોલિંગ દરમિયાન તમે બીજા પાર્ટિસિપેંટને જોડી શકો છો. કોલિંગ દરમિયાન બીજા પાર્ટિસિપેન્ટને જોડવા માટે તમારે ઉપર જમણી બાજુ આપવામાં આવેલ એડ પાર્ટિસિપેન્ટના બટન પર ક્લિક કરવુ પડશે. બાદમાં તમારે કોઈ એક કોન્ટેક્ટ પસંદ કરવો પડશે અને તેને એડ કરવો પડશે.
  • WhatsApp પર તમે એક જ વખતમાં ગૃપ કોલ કરી શકો છો. તે માટે સૌ પ્રથમ તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે અને ગૃપ ચેટ સિલેક્ટ કરી ઓપન કરવાનું રહેશે. ચેટ ઓપન થયા બાદ તમારે કેમેરા આઈકન પર ક્લિક કરી વીડિયો કોલિંગ શરૂ કરી શકો છો.

READ ALSO

Related posts

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

Mansi Patel

ભીખ માંગીને વિતાવ્યું હતું જીવન, હિંમતથી 200 ગામની 2 લાખ મહિલાઓને આ રીતે બનાવી ચૂકી છે આત્મનિર્ભર

Karan

વેક્સીન કોની ભારતની કે ભાજપની / જો તમારે પણ કોરોનાની રસી જોઈતી હોય તો, ચેક કરો તમારા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!