GSTV
Auto & Tech Trending

ટેક ટિપ્સ / સ્લો સ્માર્ટફોનને કેવી રીતે બનાવવો ફાસ્ટ? સ્ટેપ બાય સ્ટેપ અનુસરો આ પગલાં

જો તમે એન્ડ્રોઇડનો ઉપયોગ કરો છો અને ફોન સ્લો પડી ગયો છે તો જરાપણ ટેંશન ના લો. તમે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ફોનને ઝડપી બનાવી શકો છો. જોકે, ફોનના હાર્ડવેરમાં સમસ્યા હોય તો આ ટિપ્સ કામ નહી કરે. જો સોફ્ટવેરમાં કોઈ સમસ્યા છે તો ઘણી હદ સુધી તમે કેશ ક્લિયર કરીને ફોનને ઝડપી બનાવી શકો છો. જો ફોન ધીમો ના હોય તો પણ તમે સમયાંતરે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટની કેશ મેમરી ક્લિયર કરતા રહેવું. સામાન્ય રીતે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી કેશ મેમરીને બે રીતે સાફ કરી શકો છો. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનના બ્રાઉઝરથી કેશને ક્લિયર કરો અને પછી બધી એપ્સના કેશને ક્લિયર કરો.

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ :

જો તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ. અહીં તમે ત્રણ બિંદુઓ પર સિલેક્ટ કરીને તેને એક્સેસ કરી શકો છો. ત્યારબાદ હિસ્ટ્રીની ટેબ પર ક્લિક કરો. તમને અહીં ડેટા ક્લિયર નો વિકલ્પ મળશે. તમે અહીં કેટલા સમયની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને કાઢવા ઈચ્છો છો તે પસંદ કરી શકશો. બ્રાઉઝરનો ડેટા ક્લિયર થયા બાદ હવે એપ્સની સંખ્યા આવી જાય છે. તમે દરેક એપ્લિકેશનમાંથી કેશને સાફ કરી શકો છો. આ માટે તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવું પડશે.

સ્માર્ટફોન સેટિંગ્સમાં જશો તો મેનુની ટોચ પર એક સર્ચ બાર છે. તમે અહીં apps લખો. પરિણામમાં તમને apps જોવા મળશે. અહીં ટૅપ કરો. હવે તમારી સામે apps નું લિસ્ટ ખુલશે. એપ્લિકેશન કે જેની કેશ મેમરી ખાલી કરવા માટે તેના પર ટેપ કરો. જ્યારે તમે ટેપ કરો છો ત્યારે તમને ઘણા વિકલ્પો મળશે. આ વિકલ્પોમાં સ્ટોરેજ અને કેશ પણ દેખાશે. અહીં અલગ-અલગ કંપનીઓના યુઝર ઇન્ટરફેસમાં થોડો ફેરફાર થઇ શકે છે પરંતુ, કેશ ક્યાં લખવામાં આવ્યો છે તે તમે સમજી શકશો.

સ્ટોરેજ નહિ કેચ ક્લિયર કરો :

સ્ટોરેજ અને કેશ ઓપ્શનને ટેપ કરતા જ તમારી પાસે ફરીથી બે વિકલ્પ આવી જશે. એક વિકલ્પ કેશ સ્ટોરેજને ક્લિયર કરવાનો રહેશે, જ્યારે બીજો વિકલ્પ સ્ટોરેજ ક્લિયર કરવાનો રહેશે. તમારે અહીં કેશ ક્લિયર કરવાનો વિકલ્પ પસંદ કરો. જો તમે ક્લીઅર સ્ટોરેજ પર ટેપ કરશો તો તમને એક માહિતી મળશે. વાસ્તવમાં જ્યારે સ્ટોરેજ ક્લિયર થઈ જશે ત્યારે તે એપનો ડેટા ખતમ થઈ જશે.

ઉદાહરણ તરીકે, જો તમે ગૂગલ ક્રોમનું સ્ટોરેજ અથવા ફેસબુક એપનું સ્ટોરેજ ક્લિયર કરો છો, તો તમારે ફરીથી એપ્લિકેશનમાં લોગ ઇન કરવું પડશે. સ્ટોરેજ ક્લિયર થવાથી એપ્લિકેશન્સમાં તમારા સેવ કરેલા ડેટાની માત્રા પણ જતી રહેશે. સ્પષ્ટ કેશ ફક્ત તે જ ડેટાને સાફ કરશે જે હવે તમારા ફોન અને તે એપ્લિકેશન માટે બિનજરૂરી છે.

આ બે પગલાંને અનુસરવા એ એક સારી આદત છે. આનાથી ફોન પહેલા કરતા વધુ ઝડપથી ચાલશે. જો કે, વધુ મેમરીવાળા મોંઘા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં તમે કેશને ક્લિયર કર્યા વિના લાંબા સમય સુધી તેને ઝડપી રાખી શકો છો પરંતુ, જો તમે બજેટ સ્માર્ટફોન કે મિડ રેન્જ સ્માર્ટફોન યૂઝર્સ છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV