2019માં આ બે ઓફર તમને કરોડપતિ બનાવશે, કરી દો શરૂઆત

વર્ષ 2018 હવે પૂરુ થવાનું છે અને નવા વર્ષ 2019ની શરૂઆત થવાની છે. નવું વર્ષ આવે એ પહેલા તમે ભવિષ્યમાં પૈસા કઈ રીતે કમાઈ શકો છો એની બે ટ્રીક અહીં જાણી લો. જો તમે નવા વર્ષથી જ આ બે પદ્ધતિઓનો ઉપયોગ કરો છો, તો આગામી 10 વર્ષમાં તમારા ખાતામાં એક કરોડ રૃપિયા થઈ જશે. તેના માટે તમારે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવુ પડશે.

જો તમારે 10 વર્ષમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવાની ઇચ્છા હોય તો તમારે દર મહિને SIPમાં 20,000નું રોકાણ કરવું પડશે અને દર વર્ષે તમારા રોકાણમાં 15 ટકાનો વધારો કરવો પડશે. આ રીતે તમે 10 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. આ રીતે જો તમારા ઇન્વેસ્ટમેન્ટ પર વાર્ષિક 15 ટકા વળતર મળે તો 10 વર્ષ પછી લગભગ 1 કરોડ રૂપિયા તમારા SIP એકાઉન્ટમાં હશે.

જો તમે એક વખતમાં જ મોટુ રોકાણ કરો છો તો પણ તમે 10 વર્ષમાં એક કરોડ રૂપિયા જમા કરી શકો છો. તેના માટે તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એકસામટા 27 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આનાથી તમને વાર્ષિક 14 થી 16 ટકા વળતર મેળવશો, જેનાથી 10 વર્ષમાં તમારું ફંડ રૂ. 1 કરોડ થશે. જોકે 27 લાખ રૂપિયા એક મોટી રકમમાં આવે છે, આ રીતે તમે એકસામટું ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ એક કરોડનું ફંડ બનાવી શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter