રાશનકાર્ડના લાભાર્થીઓ માટે જરૂરી ખબર છે. રાશનકાર્ડથી ઓછી કિંમતમાં રાશન મળવા સાથે ઘણા બધા ફાયદા છે. કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રાશન કાર્ડ’ની યોજનાની શરૂઆત કરી છે.
આ યોજના હેઠળ દેશમાં લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રાશન કાર્ડ અંતર્ગત અનાજ સાથે ઘણા વધુ લાભ મળે છે. એમાં તમે આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરી ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજનાનો લાભ લઇ શકો છો. તમને જણાવી દઈએ કે એનાથી દેશના કોઈ પણ રાજ્યની દુકાનથી રાશન મેળવી શકો છો.

આ રીતે આધાર કાર્ડ ઓનલાઈન લિંક કરો
આ માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
હવે તમે ‘Start Now’ પર ક્લિક કરો.
હવે અહીં તમારે જિલ્લા રાજ્ય સાથે તમારું સરનામું ભરવાનું રહેશે.
આ પછી ‘Ration Card Benefit’ ના વિકલ્પ પર ક્લિક કરો.
હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.
તેને ભર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
અહીં OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો મેસેજ મળશે.
આ બધી પ્રક્રિયા પૂરી થતાં જ તમારું આધાર વેરિફિકેશન થઈ જશે અને તમારું આધાર તમારા રેશન કાર્ડ સાથે લિંક થઈ જશે.

ઓફલાઈન પણ કરી શકો છો લિંક
રાશન કાર્ડથી આધાર કાર્ડને લાઇનક કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડની કોપી, રાશન કાર્ડની કોપી અને રાશન કાર્ડ ધારકો ના પાસપોર્ટ સાઈઝ ફોટો રાશન કાર્ડ કેન્દ્ર પર જઈ જમા કરાવવાનો રહેશે. એ ઉપરાંત રાશન કેન્દ્ર પર તમારા આધારકાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ થઇ શકે છે.

Read Also
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા
- વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI