GSTV

આધારને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક કરવું છે જરૂરી, આ સરળ સ્ટેપ્સમાં જાણો લિંકિંગ પ્રોસેસ

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અનેક મામલાઓમાં આધારના ફરજિયાતપણાને દૂર કરી દીધું હતું પરંતુ હવે આવનારા સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવું જરૂરી હશે. તેના માટે સરકાર નવો કાયદો લાવવા જઇ રહી છે.


આ કાયદો લાગૂ થયા બાદ ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવું જરૂરી થઇ જશે. તેવામાં તે જાણવું જરૂરી છે કે ઘરે બેઠા આધાર સાથે ડ્રાઇવિંગ લાયસન્સના લિંકિગની પ્રક્રિયા શું છે. તેના માટે કેટલાંક સ્ટેપ્સ છે જેને ફૉલો કરીને તમે સરળતાથી તમારા આધારને સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક કરી શકો છો.

આ રીતે આધાર સાથે લિંક કરો ડ્રાઇવિંગ લાયસન્સ

  • આધાર અને ડ્રાઇવિંગ લાયસન્સ લિંકિંગની સૂચના તમામ રાજ્યોના માર્ગ પરિવહન વિભાગની વેબસાઇટ પર આપવામાં આવશે.
  • તેના માટે સૌપ્રથમ તમારે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઑફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • અહી તમને ‘Link Aadhaar’નું ઓપ્શન મળશે.
  • તે બાદ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમને એક ઓટીપી મોકલવામાં આવશે અને તે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ આવશે.
  • આ ઓટીપીને એન્ટર કરો અને ફેરફારોને કન્ફર્મ કરો.

આધાર-ડ્રાઇવિંગ લાયસન્સ લિંક કરવા પાછળ આ છે કારણ

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે જોડવાનુ ફરજિયાત કરવા જઈ રહી છે. પંજાબના ફગવાડામાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં તેમના અધ્યક્ષ સંબોધનમાં કાયદો અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં મંત્રીએ જણાવ્યું હતું કે, ” અમે એક ટૂંક સમયમાં એક કાયદો લાવવાના છીએ. એ કાયદા પછી તમારે આધાર કાર્ડ લાયસન્સ સાથે ફરજિયાત જોડવાનું રહેશે.’ તેમણે આગળ કહ્યું કે ” અત્યારે એવું થાય છે કે અકસ્માત કરનાર ગુનેગાર વ્યક્તિ ત્યાથી ભાગી જાય છે અને ડુપ્લિકેટ લાયસન્સ કઢાવીને બચી જાય છે.

આ ઘટના તેને સજાથી બચવામાં મદદ કરે છે. ત્યારબાદ ગુનેગાર ભલે નામ બદલે પણ તે બાયોમેટ્રિક નહીં બદલી શકે. તમે ન આંખની પુટલી બદલી શકો છો અને ન તો આંગળીઓના નિશાન. તમે જ્યારે પણ ડુપ્લિકેટ લાઇસેન્સ માટે જશો તો સિસ્ટમ કહેશે કે આ વ્યક્તિ પાસે પહેલાથી જ ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને તેને નવું લાયસન્સ આપવામાં નહીં આવે.

કેન્દ્ર સરકારના ‘ડિજિટલ ઇન્ડિયા’ કાર્યક્રમની પ્રશંસા કરતા કરતા મંત્રીએ દાવો કર્યો છે કે આ ફેરફાર શહેર અને ગ્રામીણ ક્ષેત્ર વચ્ચેનો તફાવત છે. પ્રસાદે કહ્યું, ” 123 કરોડ આધાર કાર્ડ જારી કરવામા આવ્યાં છે. 121 કરોડ મોબાઇલ ફોન છે, 44.6 કરોડ સ્માર્ટફોન છે, 56 કરોડ વપરાશકર્તાઓ ઇન્ટરનેટ વાપરે છે. આ ઉપરાંત ઇ કોમર્સમાં 31 ટકા વધારો થયો છે. ભારતના વસ્તી 130 કરોડ છે. ” તેમણે એમ પણ કહ્યું કે, 2017-18માં દેશમાં અનેક અંશે ડિજિટલ બાબતમાં વધારો થયો છે.

Read Also

Related posts

તહેવારો પહેલાં જ ગ્રાહકોને એચડીએફસીની મોટી ભેટ, સરળ EMI સહિત મળશે ઘણાં લાભ

Karan

વણસી રહેલી પૂરની સ્થિતિ વચ્ચે આસામના 2.83 લાખ લોકો અસરગ્રસ્ત, લોકમાતા બ્રહ્મપુત્રા ભયજનક સપાટીથી ઉપર

pratik shah

SBIમાં નોકરીની જોરદાર તક: પરીક્ષા વિના જ થઇ રહી છે ભરતી, આ છે અરજીની છેલ્લી તારીખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!