GSTV

કામની વાત/ આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક, આ રીતે ફટાફટ ચેક કરો

આધાર

ઘણીવાર આપણે કોઇ કારણે પોતાનો મોબાઇલ નંબર બદલી નાંખીએ છીએ અને આ નંબર્સની અદલા-બદલીમાં તે ભૂલી જઇએ છીએ કે આપણો કયો નંબર આધાર કાર્ડ સાથે લિંક છે. આજે અમે તમે જણાવીશુ કે તમે આ વિશે  કેવી રીતે જાણી શકો છો. આ ઉપરાંત તમે તે પણ જાણી શકો છો કે તમારો નંબર આધાર સાથે લિંક છે કે નહી.

આધારમાં લિંક મોબાઇલ નંબર જાણવા માટે આ સ્ટેપ ફૉલો કરો

  • તેના માટે સૌથી પહેલા તમારે UIDAI પર જવાનુ છે.
  • તે બાદ તમને એક ઓપ્શન મળશે My Aadhaarનો. તમે જેવુ તેના પર કર્સર લઇ જશો તમને વધુ એક ઓપ્શન મળશે.
  • કર્સર લાવ્યા બાદ તમને એક Aadhaar Servivesનો ઓપ્શન જોવા મળશે.
  • Aadhaar Services પર પહેલો જ ઓપ્શન હશે Verify an Aadhar Number
  • તેના પર ક્લિક કરતાં જ એક નવી વિંડો ખુલશે. જ્યાં તમારે તમારો અથવા જેનો ચેક કરવા માગો છો તેનો આધાર નંબર નાંખો અને તેની નીચે કેપ્ચા ભરો.
આધાર
  • આટલુ કર્યા બાદ તમારે પ્રોસીડ ટુ વેરિફાયની લિંક પર ક્લિક કરવાનુ છે.
  • જેવુ તમે તેના પર ક્લિક કરશો તો આધારનું સ્ટેટસ દેખાશે.
  • તેમાં તે ડિટેલ્સને વેરિફાય કરશે જેવી કે આધાર નંબર, ઉંમર, રાજ્ય અને મોબાઇલ નંબર.
  • જો તમારા આધારથી કોઇ નંબર લિંક નહી હોય તો ત્યાં કંઇ લખેલુ જોવા નહી મળે. તેનો મતલબ એ છએ કે તમારા આધાર સાથે કોઇ નંબર લિંક થયેલો નથી.
  • સાથે જ જો તમારા આધાર સાથે કોઇ મોબાઇલ નંબર લિંક થયેલો હોય તો અહીં નંબરના અંતિમ 3 ડિજિટ જોવા મળશે.
  • આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારા આધાર સાથે કયો મોબાઇલ નંબર લિંક થયેલો છે.

Read Also

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

978 વન-ડે મેચો બાદ આ શરમજનક રેકોર્ડ ભારતના નામે નોંધાયો, કોઈ ટીમના નામે નથી આવો રેકોર્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!