આ રીતે જાણો કઇ Android Apps સ્લો કરી રહી છે તમારો સ્માર્ટફોન, ચેન્જ કરો આ સેટિંગ્સ

Android Apps

દરરોજ લૉન્ચ થઇ રહેલી Android Apps હાઇ-પર્ફોર્મન્સ અને ઉમદા ગ્રાફિક્સ વાળી એન્ડ્રોઇ ગેમ્સના કારણે સ્માર્ટફોન્સની લિમિટેડ સ્ટોરેજ સ્પેસ અને ઓછી રેન્જ એક મોટો પડકાર બની જતો હોય છે. તેવામાં સ્માર્ટફોન્સ 6જીબી અને 8જીબી રેમ સાથે લૉન્ચ થઇ રહ્યાં છે. સાથે જ વધારે રેમ વાળા સ્માર્ટફોન્સ ખરીદવો એક ઓપ્શન હોઇ શકે છે પરંતુ ઘણા યુઝર્સ નવો ફોન ખરીદવો અફોર્ડ ન કરી શકે. જરૂરી નથી કે તમે નવો ફોન ખરીદો કારણ કે ઘણી એપ્સની સેટિંગ્સને ચેન્જ કરીને પણ તમારા ફોનની સ્પીડ વધારી શકો છો.

કેટલીક એવી એપ્સને કિલ અથવા અનઇન્સ્ટોલ કરીને ફોનની સ્પીડ અને બેટરી લાઇફ વધારી શકાય છે. જરૂરી છે કે હેવી ગેમ્સ અને એપ્સને સ્લો થતાં ફોન માટે જવાબદાર માનતા પહેલાં ચેક કરી લો કે કઇ એપ્સ છે જેના લીધે તમારો ફોન સ્લો થઇ ગયો છે. ફેસબુકથી લઇને ઇન્સ્ટાગ્રામ સુધી કઇ એપ તમારા ફોનની કેટલી બેટરી અને રેમ યુઝ કરે છે. તેને સેટિંગ્સમાં જઇને તમે ચેક કરી શકો છો. આ રીતે તમે જાણી શકો છો કે કઇ એપ તમારો સ્માર્ટફોન સ્લો કરી રહ્યો છે.

સ્ટેપ 1

ફોનની સેટિંગ્સમાં જઇને સ્ટોરેજ અથવા મેમરી પર ટેપ કરો.

સ્ટેપ 2

અહીં તમને જોવા મળશે કે કયા પ્રકારનું કંટેંટ સૌથી વધુ મેમરી યુઝ કરી રહ્યું છે. આ લિસ્ટમાં ઇન્ટરનલ સ્ટોરેજ કંઝપ્શન જ જોવા મળશે.

સ્ટેપ 3

મેમરી પર ટેપ કર્યા બાદ મેમરી યુઝ્ડ બાય એપ્સમાં જાઓ.

સ્ટેપ 4

હવે જે લિસ્ટ તમારી સામે છે તે તમને App Usage of RAM ચાર હિસ્સા, 3 કલાક, 6 કલાક અને 12 કલાક તથા 1 દિવસમાં જોવા મળશે. તેની મદદથી તમે જાણી શકો છો કે કઇ એપ કેટલી રેમ યુઝ કરી રહી છે.

આ લિસ્ટમાં જોઇને તમે બિન જરૂરી એપને કિલ કરી શકો છો અથવા તો અનઇન્સ્ટોલ કરી શકો છો. સાથે જ અનેક પોપ્યુલર એપ્સનું લાઇટ વર્ઝન ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ તમારી પાસે છે, જે ઓછી સ્ટોરેજ સ્પેસ અને રેમ યુઝ કરે છે. આ રીતે તમે સ્માર્ટપોનની પ્રોસેસિંગ સ્પીડ વધારી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter