GSTV

શું તમારી પાસે ડુપ્લીકેટ Vaccine Certificate તો નથી ને! આ રીતે સરળતાથી જાણી શકશો, ફોલો કરો આ સ્ટેપ્સ

Last Updated on June 14, 2021 by Dhruv Brahmbhatt

દેશભરમાં કોરોના વેક્સિન લગાવવાનું અભિયાન હાલમાં શરૂ છે. જ્યારે તમે વેક્સિન લગાવવામાં સફળ થઇ જાઓ છો તો Cowin પ્લેટફોર્મ દ્વારા એક Covid વેક્સિન સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવે છે. વેક્સિન સર્ટિફિકેટ (vaccine certificate) માં નામ, ઉંમર, આઇડી સાથે વેક્સિનેશન ડિટેઇલ્સ સહિત એક QR કોડ જેવી માહિતી હોય છે. આ QR કોડ વેરિફિકેશન માટે સર્ટિફિકેટ પર હોય છે. તમને જણાવી દઇએ કે, આ QR કોડનું ફોટોશોપ કરીને નકલી વેક્સિન સર્ટિફિકેટ લોકો બનાવતા હોય છે. એટલાં માટે તમારે સતર્ક રહેવાની ખાસ જરૂરિયાત છે. તમે તેને આ રીતે ચેક કરી શકશો કે શું તમારું વેક્સિન સર્ટિફિકેટ નકલી છે કે અસલી.

સર્ટિફિકેટ

આ વાતને જાણવી તમારી માટે ખાસ જરૂરી છે કે, તમારી પાસે કોઇ ખોટું વેક્સિન સર્ટિફિકેટ તો નથી ને. એ માટે તમારે ઇન્ટરનેટ બ્રાઉઝર પર ડાયરેક્ટ https://verify.cowin.gov.in/ જવાનું રહેશે. અહીં Verify Certificate પર ક્લિક કરો.

Cowin વેરિફિકેશન વેબસાઇટ પર “Scan QR code” પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારી ડિવાઇસ પર કેમેરો એક્ટિવ કરવા માટે એક નોટિફિકેશન આવશે. તેને Allow કરો.

QR કોડને કાગળ પર અથવા તો ડિજિટલ સર્ટિફિકેટ પર પણ સ્કેન કરી શકાય છે. QR કોડને સ્કેન કરવા પર એક ઓથેન્ટિક વેક્સિન સર્ટિફિકેટ “Certificate Successfully Verified” દેખાશે.

Message: “Certificate Successfully Verified”
Name
Age
Gender
Beneficiary Reference ID
Date of Dose
Certificate Issued: Provisional/Final
Vaccination at

સર્ટિફિકેટ વાસ્તવિક નહીં હોય તો “Certificate Invalid” લખેલું આવી જશે

જો સર્ટિફિકેટ વાસ્તવિક એટલે કે ઓરિજનલ નથી તો તમારી ઉપર આપવામાં આવેલી જાણકારી દેખાશે નહીં તો “Certificate Invalid” દેખાશે. આ રીતે તમે સરળતાથી જાણી શકશો કે શું તમારું વેક્સિન સર્ટિફિકેટ ઓરિજનલ છે કે નહીં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!