GSTV
Home » News » સ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો? આ રહી સ્માર્ટ ટ્રિક્સ

સ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો? આ રહી સ્માર્ટ ટ્રિક્સ

હોળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જે સમયે તમે હોળીને એન્જોય કરી રહ્યાં હોય ત્યારે તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યાંક તમારા ખિસ્સામાં રહેલો મોંઘોદાટ સ્માર્ટફોન ખરાબ ન થઇ જાય. તેવામાં અમે તમને કેટલીક ટ્રિક્સ જણાવવા જઇ રહ્યાં છીએ જેની મદદથી તમે હોળી એન્જોય કરતાં ફોનને પાણી અને રંગોથી કેવી રીતે બચાવશો.

ઝિપલૉક બેગનો યુઝ

ઝિપલૉક બેગની મદદથી તમે તમારા ફોનને પાણી અને રંગોથી બચાવી શકો છો. માર્કેટમાં દરેક સાઇઝની ઝિપલોક બેગ ઉપલબ્ધ છે. ફોન આ બેગમાં નાંખીને ઝિપ લૉક કરી દો.

વૉટરપ્રૂફ કવર

હોળીમાં પાણીવાળા રંગોનો વધારે પડતો યુઝ થાય છે. પાણીથી બચવા માટે તમે વૉટરપ્રૂફ કવરનો યુઝ કરી શકો છો. આ કવર તમારા ફોનને ફક્ત હોળીમાં સુરક્ષિત જ નહી રાખે પરંતુ વરસાદમાં પણ તમારા કામમાં આવશે.

પ્રોટેક્ટિવ સ્લીક

પ્રોટેક્ટિવ સ્લીવ તમારા ફોનને ધૂળ, માટીની સાથે ફોનમાં થતા સ્ક્રેચથી પણ બચાવશે. ફોનને ગમે ત્યાં મુકવામાં આવે તો તેમાં સ્ક્રેચીસ આવી જતાં હોય છે. પ્રોટેક્ટિવ સ્લીકની મદદથી તમારો ફોન પડી જશે તો પણ સુરક્ષિત રહેશે.

બ્લૂટૂથ છે એક ઓપ્શન

જો તમે વધારે સમય ફોન સાથે કનેક્ટ રહેતા હોય તો હેન્ડ ફ્રી અથવા બ્લૂટૂથનો યુઝ કરી શકો છો. આ દરમિયાન મોંઘા હેડફોનનો ઉપયોગ કરવાથી બચો. હેન્ડ ફ્રીથી ફોન તમારા ખિસ્સામાં સુરક્ષિત રહેશે અને તેને રંગોથી બચાવી શકાશે.

જૂનો ફોન યુઝ કરો

જો શક્ય હોય તો હોળીના દિવસે જૂનો ફોન યુઝ કરો. મોટાભાગે લોકો નવો ફોન લીધા બાદ જૂનો ફોન ઘરે મુકી દેતાં હોય છે, તેને તમે હોળી પર યુઝ કરી શકો છો. તેનાથી તમારો નવો ફોન સુરક્ષિત પણ રહેશે અને તમે તમારા અગત્યના કામ ફોન પર પતાવી પણ શકો છો.

જો ફોન પર રંગ લાગી જાય….

જો ફોનમાં પાણી લાગી ગયું હો તો ફોનને તરત જ ચોખાના ડબ્બામાં મુકી દો. જો પાણી ફોનની અંદર ઘુસ્યુ નહી હોય તો ચોખા તેને શોષી લેશે. ફોનને હેર ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરતાં.

બ્રશથી આ રીતે કરો સાફ

જો સ્પીકર ગ્રિલ અથવા સ્લોટમાં ગુલાલ લાગ્યુ હોય તો તેને બ્રશથી અથવા ફૂંક મારીને સાફ કરવાનો પ્રયાસ કરો. તેને કોઇ એવી વસ્તુથી સાફ કરો, જે ઝડપથી હવા ફેંકે. વેક્યુમ ક્લીનરનો ઉપયોગ ન કરો. ફોનમાં નાના સર્કિટ હોય છે અને ક્લિનર તેને નુકસાન પહોંચાડી શકે છે.

પાણીથી સાફ ન કરો રંગ

ફોનમાં જો રંગ અથવા ગુલાલ લાગી જાય તો પાણીથી સાફ ન કરો. રૂમાં થોડુ પેટ્રોલ અથવા સ્પ્રિટ લઇ સાફ કરી શકો છો.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari