GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

તમારી બાઇકમાં પણ લાગી શકે છે આગ! જો આ બાબતોનું નહી રાખો ધ્યાન

ચાલતી બાઇકમાં આગ લાગવાની ઘટના અવારનવાર બનતી હોય છે. તાજેતરમાં જ લખનઉ-આગ્રા એક્સપ્રેસ પર ચાલતી બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પરંતુ કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચાલતી બાઇકમાં આગ લાગવાની ઘટનાથી બચી શકાય છે.

નિયમિત સર્વિસ

હંમેશા બાઇકની સર્વિસ સમય-સમય પર કરાવતા રહો. એપ પણ સર્વિસ ચૂકશો તો તમારે તેનું મોટુ નુકસાન ભોગવવું પડી શકે છે. બાઇકના એન્જિનની તપાસ, એન્જિન ઓઇલ, એર ફિલ્ટર, ક્લચ વાયર અને બેટરીની પણ તપાસ જરૂર કરતાં રહો.

મોડિફિકેશનથી બચો

બાઇકમાં મોડિફિકેશનની ટ્રેન્ડ છે. લોકો બાઇકમાં એક્ટ્રા હોર્ન, લાઇટ્સ વગેરે લગાવડાવે છે અને આ બધુ કોઇ લોકલ પાસે કરાવવામાં આવે છે. હકીકતમં મોડિફિકેશન સમયે બાઇકમાં રહેલા વાયરો સાથે ચેડા કરવામાં આવે છે અને ઘણીવાર ખરાબ વાયરિંગ કરવામાં આવતું હોય છે. ચાલતી બાઇક ગરમ થઇ જાય છે અને ખરાબ વાયરિંગના કારણે પણ બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તેથી તમારી બાઇક જેવી છે તેવી જ રહેવા દો.

ટેન્ક ફુલ ન કરાવો

ઘણીવાર એવું બને છે કે બાઇકના એન્જિનની આસપાસ એન્જિન ઓઇલ જમા થઇ જાય છે અને તેના પર કોઇ ધ્યાન આપવામાં નથી આવતું. સાથે જ લોકો ફ્યૂલ ટેન્ક પણ ફુલ કરાવી લે છે જેના કારણે ખરાબ રસ્તાઓ પર ફ્યૂલ લીક થઇ જાય છે અને ખરાબ વાયરિંગના કારણે પણ બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

હેવી લોડથી બચો

મોટાભાગે લોકો બાઇકની પાછળ ઘણો સામાન લોડ કરી દે છે. બાઇકની પાછળ બેગ બાંધે છે. ગરમીનો સમય છે અને તેવામાં ચાલુ બાઇકમાં સાઇલેન્સર જલદી ગરમ થઇ જાય છે. તેવામાં સતત ઘર્ષણ અને હીટના કારણે પણ આગ લાગવાનું જોખમ વધી જાય છે.

લોકલ જગ્યાએ ન કરાવો સર્વિસ

લોકલ જગ્યાએ ન કરાવો બાઇકની સર્વિસઘણાં લોકો પૈસા બચાવવા માટે લોકલ જગ્યાએથી બાઇકની સર્વિસ કરાવે છે. અહીં એવા મિકેનિક હોય છે જેને સર્વિસની સાચી જાણકારી નથી હોતી. ઘણા મામલાઓમાં મિકેનિક સર્વિસિંગ દરમિયાન કેટલીક એવી ચૂક કરી બેસે છે જેના કારણે બાઇકમાં આગ લાગવાની આશંકા વધી જાય છે. તેથી તેવી સલાહ આપવામાં આવે છે કે હંમેશા કોઇ જાણકાર મિકેનિક પાસે જ બાઇકની સર્વિસ કરાવો.

Read Also

Related posts

અમેરિકામાં કોરોનાએ વધારી ચિંતા: 24 કલાકમાં 1,225ના મોત, ટ્રમ્પ આક્રમક મૂડમાં

Bansari

આ ચાર બેન્કોને RBIએ ફટકાર્યો 5.45 કરોડ રૂપિયાનો દંડ,આ છે કારણ

Bansari

ઓગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ: વચેટિયા રાજીવ સક્સેનાની 385.44 કરોડની સંપત્તિ ઇડીએ જપ્ત કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!