GSTV
Home » News » ગરમીમાં તમારી ગાડી રહેશે કુલ, અપનાવો આ ટીપ્સ

ગરમીમાં તમારી ગાડી રહેશે કુલ, અપનાવો આ ટીપ્સ

ગરમી વધી રહી છે. અને આ સમયે પાર્ક કરવામાં આવેલી ગાડી અંદરથી ગરમ થઈ જાય છે. તે સમસ્યા બધાને રહ્યા કરે છે. અહીં અમે તમને એવી વાત જણાવીએ જેની મદદથી તમારી ગાડી અંદરથી પણ ઠંડી રહેશે.

કોશિશ કરવી કે ગાડી તડકામાં ઊભી રાખવી ન પડે. અને જો તડકામાં રાખવામાં આવે તો ગાડીની અંદર ગરમીથી બચવા માટે કાચ થોડા ખુલ્લા રાખો. અથવા કવર આવે છે જે કારની વિન્ડો પર ચઢાવાય છે. પ્રોફેશનલી આ પ્રોસેસને વિન્ડો ટિંટિંગ કહે છે. જો તમારી ગાડીમાં વિન્ડો ટિંટિંગ છે તો તમારી કારમાં બહારની ગરમી પ્રવેશી નહીં શકે.

ઘણા લોકો ગાડીમાં જલદી ઠંડક થાય તે માટે વિન્ડોને જલદી ખોલી નાખે છે. તેમાં અંદરની હિટિંગને દૂર કરવા માટે પંખો ફુલ સ્પીડમાં કરવો જોઈએ કાચ થોડા ખોલી નાખો. જયારે ગાડીમાં ઠંડક થવા લાગે ત્યારે કાચ બંધ કરવા. કારની ઉપર કવર જરૂરી હોય છે અને ખાસ તો ત્યારે જ્યારે કાર ખુલ્લામાં પાર્ક કરી હોય ત્યારે કવર ઢાંકવું જેથી પાર્ક કરેલી ગાડી ઓછી ગરમ થાય છે.

આ સાથે કારનો કલર પણ બગડતો નથી. કારમાં બેસતાં જ એસી ચાલુ કરવું અને તેનો મોડ ફ્રેશ એર પર રાખવો. એવામાં રિસર્કુલેશન મોડ ત્યારે જ સ્વીચ કરો જ્યારે કારનું તાપમાન ગરમ ઓછું થવા લાગે. તમારી કારનું તાપમાન ઠંડુ રહેશે સાથે તમને તકનીકી તકલીફ પણ નહીં થાય. ગરમીમાં ટોવેલ પણ કારમાં રાખો. સીટ કવર રાખવા જરૂરી છે, જેથી ઈન્ટિરિયર પણ ગંદુ થતા અટકશે.

Read Also

Related posts

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel

ઓ હો આશ્ચર્યમ આ શખ્સનાં નાક માંથી નિકળી આવ્યું એવું કે, ડોક્ટરો પણ રહી ગયા દંગ!

pratik shah

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!