GSTV
Business Trending

જરૂરી માહિતી/ પોસ્ટ ઓફિસની મંથલી સ્કીમમાં કેવી રીતે કરશો રોકાણ, પૈસા જમા કરવા પહેલા જાણીલો આ ડીટેલ

Post-Office-scheme

પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ સંચાલિત કરે છે. એમાં રોકાણ કરી તમે દર મહિનાના આધાર પર વ્યાજના રૂપમાં આવક પ્રાપ્ત કરી શકો છો. વ્યાજ દર સરકાર દ્વારા સમય-સમય પર નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સ્કીમને સુરક્ષિત માનવામાં આવે છે. એના કારણે એમાં રોકાણ માટે લોકો આકર્ષિત થાય છે. પોસ્ટ ઓફિસમાં બજાર ના ઉતાર-ચઢાવના કારણે રોકાણને લઇ કોઈ જોખમ રહેતું નથી. આ તમને ગેરેન્ટેડ રિટર્ન મળે છે. આઓ જાણીએ મંથલી ઇનકમ સ્કીમ ઓફિસ અંગે જરૂરી ખબર.

કોણ ખોલાવી શકે ખાતું

મંથલી ઇન્કમ સ્કીમ એકાઉન્ટનો મિચ્યોરીટી પિરિયડ 5 વર્ષનો હોય છે. રોકાણના પાંચ વર્ષ પછી તમને ગેરેન્ટેડ મંથલી ઈન્ક્મ થવા લાગશે. કોઈ પણ વ્યક્તિ સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. જો કોઈ બાળક સગીર છે અને એની ઉમર 10 વર્ષ અથવા એનાથી વધુ છે, તો અભિભાવક પોતાના બાળકના નામ પર સ્કીમ હેઠળ ખાતા ખોલી શકે છે.

કેટલી લિમિટ

મંથલી ઈન્ક્મ સ્કીમમાં 1000 રૂપિયાનું રોકાણ કરી એકાઉન્ટ ખોલાવી શકાય છે. સિંગલ એકાઉન્ટમાં મેક્સિમમ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ત્યાં જ જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયાની લિમિટ છે. તમે પોસ્ટ ઓફિસ જઈ એક સામાન્ય ખાતું ખોલવાનું ફોર્મ ભરી એમઆઇએસ ખાતું ખોલી શકે છે. જોઈન્ટ એકાઉન્ટને કયારે પણ સિંગલ એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકે છે. સિંગલ એકાઉન્ટને પણ તમે આવેદન આપી જોઇન્ટ કરાવી શકો છો.

શું ડોક્યુમેન્ટ્સ જોઈશે

Dalit Bandhu Scheme

મંથલી ઇન્કમ એકાઉન્ટને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકે છે. મેચ્યોરિટી પુરી થયા પછી એને પાંચ વર્ષ માટે વધારી શકાય છે. MIS એકાઉન્ટ માટે તમારી પાસે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. તમારી પાસે આઈડી પ્રુફ માટે આધાર કાર્ડ , પાસપોર્ટ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે હોવું જોઈએ. એના માટે તમને 2 પાસપોર્ટ સાઈઝ ફોટાની જરૂરત પડશે.

કેટલું મળશે વ્યાજ

એડ્રેસ પ્રુફ માટે સરકાર દ્વારા જારી યુટીલીટી બિલ પણ માન્ય થશે. ફોર્મ ભરવા સાથે તમારે નોમિનીનું નામ પણ આપવું પડશે. ઇન્ડિયા પોસ્ટ અનુસાર, મંથલી ઇન્કમ સ્કીમ પર વાર્ષિક 6.6% વ્યાજ રોકણકારોને મળી રહ્યા છે. એની ચુકવણી દર મહિને કરવામાં આવશે.

Read Also

Related posts

તહેલકા મચાવી રહ્યો છે Viનો આ રિચાર્જ પ્લાન! મળી રહી છે અનલિમિટેડ ઈન્ટરનેટની મજા

Kaushal Pancholi

વૈજ્ઞાનિકોની મોટી શોધ… મશરૂમની ત્વચામાંથી બનશે કોમ્પ્યુટર ચિપ, દુનિયામાં ઓછો થશે ઈલેક્ટ્રોનિક વેસ્ટ

GSTV Web Desk

કામની વાત / UPIથી ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા?, આ રીતે મેળવો પૈસા પરત

Hardik Hingu
GSTV