GSTV

રોકાણ/ શું તમે પણ કરવા માગો છો શેર માર્કેટમાંથી તગડી કમાણી, સ્ટેપ બાય સ્ટેપ જાણો શું છે આખી પ્રોસેસ

શેર

શેર માર્કેટે 21 જાન્યુઆરીએ નવો રેકોર્ડ બનાવ્યો. બીએસઇના સેંસેક્સે ગુરુવારે 50,000ની ઐતિહાસિક સપાટી કૂદાવી. આ દરમિયાન ફક્ત ગણતરીની મિનિટોમાં શેર માર્કેટથી રોકાણકારોએ 1.40 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. બુધવારે બીએસઇ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1,97,70,572.57 કરોડ રૂપિયા હતી, જે ગુરુવારે શરૂઆતી કારોબારમાં 1,35,552 કરોડ રૂપિયા વધીને 1,99,06,124.57 કરોડ રૂપિયા થઇ ગઇ. હકીકતમાં જાન્યુઆરીનો મહિનો રોકાણકારો માટે શુભ રહ્યો છે. ફક્ત જાન્યુઆરી મહિનામાં બીએસઇની કુલ માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયા વધી ગઇ છે.

શેર માર્કેટમાં ઘણાં લોકો રોકાણ કરવા માગે છે પરંતુ આ માર્કેટની ટેક્નિકલ વાતો અને માર્કેટના જોખમના પગલે લોકો અહીં રોકાણ કરતાં ખચકાય છે. તેથી આજે અમે તમને આ માર્કેટની અઘરામાં અઘરી બાબત સરળ ભાષામાં સમજાવી રહ્યાં છીએ. ચાલો જાણીએ માર્કેટમાં રોકાણની શરૂઆતથી લઇને તેના અઘરા પાસાઓ અને સાથે જ તેમાં કેવી રીતે રોકાણ કરવુ તે તમામ બાબતો….

શેર

સૌથી પહેલા રણનીતિ બનાવો

કોઇપણ રોકાણ પહેલા તમારે તે જાણવુ જરૂરી છે કે આખરે તમે રોકાણ શા માટે કરવા માગો છો. તમારા નાણાકીય લક્ષ્યને હાંસેલ કરવાની રીતને જાણવી સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંથી એક છે જેને તમે તમારા માટે કરી શકો છો. અને તમને આ કામ કરવા માટે કોઇ નિષ્ણાતની જરૂર નથી. તમારે ફક્ત કેટલીક મૂળભૂત બાબતો જાણવાની જરૂર છે, એક યોજના બનાવો અને તેનું પાલન કરવા માટે શિસ્તબદ્ધ રહો.

શા કારણે કરવા માગો છો રોકાણ

પોતાની જાતને પૂછો કે તમે શું ઇચ્છો છો અને પોતાના સૌથી મહત્વપૂર્ણ આર્થિક લક્ષ્યોની લિસ્ટ બનાવી લો કે તમે આ માર્કેટમાં રોકાણ કયા લક્ષ્યને હાંસેલ કરવા માટે કરવા માગો છે. તમારે તે નક્કી કરવાનું છે કે તમે લગ્ન માટે રોકાણ કરી રહ્યા છો, તમારા બાળકના કોલેજ ફંડ, સેવાનિવૃત્તિ, અથવા કંઇ બીજુ. તે બાદ નક્કી કરો કે તમારે તમારા લક્ષ્યને કેટલા વર્ષોમાં પૂરુ કરવુ છે. આવુ એટલા માટે કારણ કે જ્યારે તમે રોકાણ કરો છો તો તમારા માટે સૌથી જરૂરી તે જાણવુ છે કે તેમાં તમારે પ્રવેશ ક્યારે કરવાનો છે અને ક્યારે તેમાંથી નીકળવાનું છે.

45000

ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલો

રોકાણ શરૂ કરવા માટે તમારે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટની જરૂર હોય છે. તેની શરૂઆત તમે આ 3 સરળ સ્ટેપ્સથી કરી શકો છો.

સ્ટેપ-1: એક સ્ટોક બ્રોકર પસંદ કરો જ્યાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકાય.

સ્ટેપ-2: કેવાયસીના નિયમો પૂરા કરો.

સ્ટેપ-3: કેવાયસીની વેરિફિકેશન પ્રોસેસ પૂરી થતા જ તમે માર્કેટમાંથી કમાણી કરવા માટે તમે રજીસ્ટર્ડ છો.

હવે રોકાણ માટે બજેટ નિર્ધારિત કરો

બજેટ નક્કી કરવુ રોકાણનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તમારે તે જાણવાની જરૂર છે કે શેરોમાં રોકાણ શરૂ કરવા માટે તમારે કેટલા પૈસા જોઇએ. આ ઉપરાંત વિશ્લેષણ કરો કે શું વાર્ષિક સંપૂર્ણ રોકાણ કરવુ તમારા માટે અનુકૂળ હશે અથવા તે માસિક આધારે વધુ આકર્ષક હશે. આ બજેટ અંતે તમારા રોકાણ લક્ષ્યો અને તેમને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તેના માટે છે. જો કે તેમાં સૌથી વધુ ધ્યાન આપવાની બાબત એ છે કે તમે કોઇ એવુ લક્ષ્ય તાત્કાલિક ન બનાવી લો જેમાં સીધા 50 ટકાનો નફો હોય.

SBI

નિફ્ટીમાં રોકાણ

જ્યારે તમે આ બધુ જાણી લો, તો તમે નિફ્ટી જેવા સૂચકાંકો માટે તૈયાર છો. આમ કરવાની અનેક રીતો છે.

સ્પોટ ટ્રેડિંગ અને ડેરિવેટિવ ટ્રેડિંગ

નિફ્ટીમાં રોકાણ કરવાની સૌથી સરળ રીત કોઇ કંપનીના સ્ટોક્સને ખરીદવાની છે. જ્યારે તમે કોઇ કંપનીનો સ્ટૉક ખરીદો તો તમે તેની કિંમત વધવા પર મૂડીગત લાભનો ફાયદો ઉઠાવી શકો છો. સાથે જ ડેરિવેટિવ્સ એક રીતે નાણાકીય કરાર છે તે સ્ટૉક, કમોડિટીઝ, મુદ્રાઓ વગેરે હોઇ શકે છે. આ પદ્ધતિ સાથે, પાર્ટીઓ ભવિષઅયની તારીખમાં કરારનો અંત લાવવા માટે સહમત થાય છે અને આનુષંગિક સંપત્તિના ભવિષ્યના મૂલ્ય પર દાંવ લગાવીને લાભ કમાય છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ટ્રેડિંગ માટે, તમારી પાસે બે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે.

નિફ્ટી ફ્યૂચર્સ

સરળ શબ્દોમાં, ફ્યૂચર્સ, કોન્ટ્રેક્ટ ખરીદનાર અને વિક્રેતા વચ્ચે ભવિષ્યની તારીખ પર નિફ્ટી લૉટના ટ્રેડિંગનો એક કરાર છે. કરારના સમયગાળા દરમિયાન, જો કિંમત વધી જાય તો તમે સ્ટોક વેચી શકો છો અને યીલ્ડ કમાઇ શકો છો. જો કિંમત ઓછી થઇ જાય તો તમે સેટલમેંટ ડેટ સુધી રાહ જોઇ શકો છો જેથી કિંમત ઓછી થઇ શકે.

નિફ્ટી ઓપ્શન્સ

એક ઓપ્શન કોન્ટ્રેક્ટ એ છે જે ખરીદનાર અને વિક્રેતા વચ્ચે નિફ્ટી લૉટને એક વિશેષ મૂલ્ય પર ભવિષ્યની તારીખમાં વેપાર કરવા માટે નિર્ધારિત કરવામાં આવે છે. ઓપ્શન કોન્ટ્રેક્ટનો ખરીદનાર પ્રીમિયમની ચુકવણી કરીને કાનૂની અધિકાર મેળવે છે. જો કે જો ભવિષ્યમાં કિંમત લાભ આપી રહી હોય તો ભવિષ્યમાં નિફ્ટીને ખરીદવા કે વેચવાની જવાબદારી તેમની નથી.

ઇંડેક્સ ફંડ્સ

આ એક પોર્ટફોલિયો (સ્ટૉક, બોન્ડ, ઇંડેક્સ, મુદ્રાઓ, વગેરે) સાથે મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે, જે માર્કેટ ઇંડેક્સ (સ્ટૉક અને તેની કિંમતના ચડાવ-ઉતાર)ના ઘટકોને મેચ અથવા ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે, જે વ્યાપક માર્કેટ પ્રદર્શન પ્રદાન કરે છે. આ ફંડ નિફ્ટી સહિત વિભિન્ન સૂચકાંકોમાં રોકાણ કરે છે.

 તાજેતરના વર્ષોમાં નિફ્ટી ઇન્ડેક્સ અને શેર માર્કેટમાં મોટા પાયે વૃદ્ધિએ છુટક રોકાણકારો, સંસ્થાગત રોકાણકારો અને વિદેશી રોકાણકારોને આકર્ષિત કર્યા છે, જે સીધા અથવા ઇંડેક્સ ફંડના માધ્યમથી પોતાના પૈસાને ઇંડેક્સમાં નાંખે છે. રોકાણ કરતી વખતે ઉપર આપવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખશો તો તમે માર્કેટ દ્વારા વધુ જોખમ ઉઠાવ્યા વિના સારો નફો કમાઇ શકો છો.

Read Also

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!