GSTV
Home » News » 4G નેટવર્ક બાદ પણ સ્પીડ મળતી નથી તો કરો ફટાફટ આ સેટિંગ

4G નેટવર્ક બાદ પણ સ્પીડ મળતી નથી તો કરો ફટાફટ આ સેટિંગ

આજકાલ મોટાભાગના લોકોની પાસે સ્માર્ટફોન છે અને બધા સ્માર્ટફોન 4જી સપોર્ટવાળા છે. એવામાં તમારા ફોનમાં એરટેલ, જિયો, વોડાફોન અને પછી આઈડિયાનું 4જી સિમ કાર્ડ હશે.

શહેરમાં તો 4જી નેટવર્કની સ્થિતિ સારી છે, પરંતુ ગામમાં ખૂબ જ ખરાબ છે. પછી નેટવર્ક 3જી હોય કે પછી 4જી. જો ઈન્ટરનેટની સ્પીડ સારી છે તો કોઈ વાંધો નથી. પરંતુ 4જી નેટવર્ક પર સ્પીડ ના આવે તો વધારે ગુસ્સો આવે છે. કારણકે ઘણી વખત જરૂરી કામ પણ તેના કારણે અટકી જાય છે. તો આવો આજે અમે તમને એન્ડ્રૉઈડ સ્માર્ટફોનમાં 4જી નેટવર્કની સ્પીડ વધારવાની પદ્ધતિ જણાવીએ.

જો તમારા વિસ્તારમાં કૉપર કેબલની જગ્યાએ ફાઈબર કેબલનો ઉપયોગ થયો છે તો નેટવર્ક સારું રહેશે અને સ્પીડ પણ વધશે. જિયોની સ્પીડ એરટેલની સરખામણીએ એટલે સારી છે. જો તમારું ઈન્ટરનેટ ધીમુ ચાલી રહ્યું છે, તો સૌપ્રથમ ફોનની સેટિંગ્સ ચેક કરો. ફોનના સેટિંગ્સમાં નેટવર્ક સેટિંગમાં જાઓ અને preferred type of networkને 4G અથવા LTE સિલેક્ટ કરો.

આ સિવાય નેટવર્ક સેટિંગ્સમાં Access Point Network (APN)નું સેટિંગ પણ ચેક કરો, કારણકે સ્પીડ માટે યોગ્ય APN હોવુ અનિવાર્ય છે. એપીએન સેટિંગના મેનુમાં જઈને સેટિંગને ડિફૉલ્ટ રૂપથી સેટ કરો.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!